Get The App

રૂ.40 કરોડની છેતરપિંડીનો મામલો : EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી

EDની ટીમ જસવંત સિંહને જાલંધર લઈ ગઈ, ત્યાં તેમની પૂછપરછ કરાશે

એજન્સીએ અગાઉ જસવંત સિંહના નિવાસસ્થાને પડ્યા હતા દરોડા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
રૂ.40 કરોડની છેતરપિંડીનો મામલો : EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી 1 - image

જાલંધર, તા.06 નવેમ્બર-2023, સોમવાર

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા (Jaswant Singh Gajjan Majra) સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ ઈડીએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે.

ઈડીની ટીમ જસવંત સિંહને જાલંધર લઈ ગઈ

ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન EDએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત 40 કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી છે.

અગાઉ જસવંત સિંહના નિવાસસ્થાને પડ્યા હતા દરોડા

અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી 32 લાખ રોકડ અને 3 મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.


Google NewsGoogle News