પંજાબ: મોહાલીમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 આતંકવાદીઓની ધરપકડ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
પંજાબ: મોહાલીમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 આતંકવાદીઓની ધરપકડ 1 - image

Image Source: Freepik

- આ આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

ચંડીગઢ, તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર

મોહાલી પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ આતંકવાદીઓ તહેવારોના દિવસોમાં ટાર્ગેટ કિલિંગ કરીને પંજાબનો માહોલ બગાડવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. DGP ગૌરવ યાદવે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

પાકિસ્તાનથી હથિયારોની તસ્કરી

આ મામલે DGP પંજાબ ગૌરવ યાદવે જણાવ્યું કે એસએએસ નગર પોલીસના સીઆઈએ સ્ટાફે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. સંગઠનના સભ્યોના સંબંધ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરવિંદર સિંહ રિંડા સાથે છે. રિંડાના આતંકી સંગઠન BKI સાથે મળીને તેઓ પાકિસ્તાનથી હથિયારોની તસ્કરી કરતા હતા. ડ્રોનની મદદથી આ આતંકવાદીઓ પાકિસ્તાનથી હથિયાર મંગાવી પંજાબમાં સપ્લાય કરવાનું કામ પણ કરતા હતા.

6 વિદેશી પિસ્તોલ અને 275 જીવતા કારતૂસ 

પોલીસે આ આતંકવાદીઓ પાસેથી 6 વિદેશી પિસ્તોલ કબજે કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી 275 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ હથિયારો ક્યાં વાપરવાના હતા અને કોને ડિલીવર કરવાના હતા તેની માહિતી મેળવવા પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.


Google NewsGoogle News