Get The App

કેન્દ્ર દ્વારા વાતચીતનું આમંત્રણ મળ્યા બાદ 121 કિસાનોએ તોડ્યા ઉપવાસ, ડલ્લેવાલાના સમર્થનમાં કરી રહ્યા હતા વિરોધ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
કેન્દ્ર દ્વારા વાતચીતનું આમંત્રણ મળ્યા બાદ 121 કિસાનોએ તોડ્યા ઉપવાસ, ડલ્લેવાલાના સમર્થનમાં કરી રહ્યા હતા વિરોધ 1 - image

Punjab 121 Farmers end their Hunger Strike : કિસાન નેતા જગજીત સિંહ દલેવાલ 50 દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે. તેમના સમર્થનમાં ખાનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠેલા 121 ખેડૂતોએ આજે રવિવારે તેમની અનિશ્ચિત હડતાળ પાછી ખેંચી લીધી છે. હકીકતમાં જગજીત સિંહ દલેવાલ તબીબી સહાયતા માટે સંમત થયા બાદ ખેડૂતોએ તેમનો ઉપવાસ તોડ્યા છે. તેમણે 26 નવેમ્બરથી ભૂખ હડતાળ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ તબીબી સહાય લેવાનો ઇનકાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો: મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી હતી આગ, અનેક ટેન્ટ બળીને ખાક, CM યોગીએ પણ ઘટનાની માહિતી મેળવી

જો કે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે શુક્રવારે ખેડૂતોની માંગણીઓેને લઈને 14 ફેબ્રુઆરીના રોજ વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. એ પછી દલેવાલ તબીબી સહાય લેવા સંમત થયા હતા. દલેવાલની બગડતી તબિયત અને સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સ્વીકારવાના કારણે 15 જાન્યુઆરીએ 111 ખેડૂતોના ગ્રુપે ભૂખ હડતાળ શરૂ કરી હતી. 17 જાન્યુઆરીએ બીજા વધુ 10 ખેડૂતોએ વિરોધમાં જોડાયા હતા, જેઓ હરિયાણાનો રહેવાસી હતા.

પોલીસ અધિકારીઓની સામે ખેડૂતોએ ઉપવાસ તોડ્યા

આ 121 ખેડૂતોએ ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ મનદીપ સિંહ સિદ્ધુ અને પટિયાલાના સિનિયર પોલીસ સુપ્રિન્ટેન્ડેડ નાનાક નાનક સિંહની હાજરીમાં જ્યુસ પીને પોતાનો ઉપવાસ તોડ્યો હતો.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિય રંજનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટીમે શનિવારે ખેડૂત નેતા દલેવાલ અને સંયુક્ત કિસાન મોરચા તેમજ કિસાન મજૂર મોરચાના પ્રતિનિધિઓને મળ્યા. તેમને ચંદીગઢમાં ફરી વાટાઘાટો શરૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દલેવાલ પોતાનો ઉપવાસ નહીં તોડે

પ્રસ્તાવિત બેઠકની જાહેરાત થયા બાદ દલેવાલ તબીબી મદદ લેવા સંમત થયા હતા. તેમને હાલમાં ઇન્ટ્રાવેનસ ડ્રિપ આપવામાં આવી રહ્યું છે. જોકે તેમણે એમ પણ કહ્યુ કે, 'જ્યાં સુધી અમને પાક પર MSPની કાનૂની ગેરંટી ન મળે ત્યાં સુધી અમે અમારા ઉપવાસ સમાપ્ત નહીં કરીએ.'

આ પણ વાંચો: રાહુલ ગાંધી વિરુદ્ધ FIR, દિલ્હીમાં ભડકાઉ નિવેદન કર્યાના આરોપ હેઠળ આસામમાં ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે લગભગ એક વર્ષથી મડાગાંઠ ચાલી રહી હતી. ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખાનૌરી બોર્ડર પર એકઠા થયેલા છે. ખેડૂતો એક વર્ષથી શંભુ બોર્ડર પર પોતાની માંગણીઓ લઈને બેઠા છે. તેમણે ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હરિયાણા પોલીસે તેમને બોરસરહદ પર અટકાવ્યો.


Google NewsGoogle News