જેકલીનને પત્ર લખીને ધમકી આપી હોયતો મને સજા આપો, મહા ઠગ સુકેશે પડકાર ફેંકયો
જેકલીનને મોકલવામાં આવેલા એક પણ પત્રમાં ધમકી નથી.
ધમકી સાબીત થાયતો ગમે તેટલી સજા થાય ભોગવવા તૈયાર
નવી દિલ્હી,૨૬ ડિસેમ્બર,૨૦૨૩,મંગળવાર
ઠગાઇ અને ષડયંત્રના આરોપોસર જેલના સળિયા પાછળ બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પડકાર ફેંકયો છે. જેકલિને સુકેશ ચંદ્વશેખર પર આરોપ મુકયો હતો કે તેણે કેટલાક પત્રો મોકલેલા જેમાં ડરાવવાની અને ધમકીની ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેકલીનના આવા આરોપ સંદભે સુકેશએ પટિયાલા કોર્ટમાં અરજી કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે જેકલીનની અરજીમાં ૨૦૦ કરોડ રુપિયા બળજબરીથી વસૂલવાના કથિત મામલામાં તથ્યોને જાણી જોઇને છુપાવવામાં આવ્યા છે.
એક માહિતી મુજબ સુકેશની અરજીમાં વિનંતી કરી છે કે પોતાના દ્વારા જેકલીનને મોકલવામાં આવેલા એક પણ પત્રમાં ધમકી નથી. જો તે ધમકી સાબીત થાયતો ગમે તેટલી સજા થાય ભોગવવા માટે તૈયાર છે. એટલું જ નહી પત્રમાં ઈઓડબ્લ્યુ કે ઇડી બાબતે કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. સાથે એવો પણ સવાલ કરવામાં આવ્યો છે કે અભિનેત્રી જેકલીને ગત વર્ષ પત્રો મોકલ્યા હતા ત્યારે તેણે હાઇકોર્ટમાં કેમ અપીલ કરી ન હતી.
યાદ રહે ગત સપ્તાહ જેકલીન ફર્નાન્ડઝે દિલ્હી હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા અને મંડોલી જેલના અધીક્ષક અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (ઇઓડબ્લ્યુ)ને એવો આદેશ આપવાની માંગ કરી હતી કે સુકેશ ચંદ્રશેખર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત કોઇ પણ પત્ર,સંદેશ કે નિવેદન જાહેર કરવાની અનુમતી આપવામાં આવે નહી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુકેશ ચંદ્રશેખર ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મંચ પર અભિનેત્રીની મુશ્કેલી વધે તે પ્રકારના પત્રો વાયરલ કર્યા હતા. આનાથી ઇમેજને નુકસાન અને ખતરનાક માહોલ પેદા થતો હતો.