Get The App

PUBG એડિક્ટ દીકરાએ મા-બાપની કરી હત્યા, ગેમ રમવાની પાડી હતી ના, પોલીસ પહોંચી તો હસવા લાગ્યો

ઈન્સ્પેક્ટરે પૂછ્યું તો પહેલા કંઈ ન બોલ્યો. પછી બોલ્યો- હા મેં જ માર્યા છે

બહેન નીલમે જણાવ્યું કે, ભાઈ પબજી એડિક્ટ હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હતી. પિતા તેને ગેમ રમવા ન દેતા

Updated: Aug 5th, 2023


Google News
Google News
PUBG એડિક્ટ દીકરાએ મા-બાપની કરી હત્યા, ગેમ રમવાની પાડી હતી ના, પોલીસ પહોંચી તો હસવા લાગ્યો 1 - image

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં પબજી એડિક્ટ 26 વર્ષીય દીકરાએ તવો મારીને માં-બાપની હત્યા કરી દીધી. ત્યારબાદ તેમને નવડાવ્યા. કપડા બદલ્યા અને રૂમમાં જઈને આરામથી બેસી ગયો. હત્યાની માહિતી પર જ્યારે પોલીસ પહોંચી તો આરોપી દીકરો ચાર પગે બેઠેલો જોવા મળ્યો. તેણે મા-બાપની હત્યાની વાત પણ કબૂલી લીધી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પોલીસેને જોઈને હસવા લાગ્યો. ઈન્સ્પેક્ટરે પૂછ્યું તો પહેલા કંઈ ન બોલ્યો. પછી બોલ્યો- હા મેં જ માર્યા છે. આરોપીનું નામ છે અંકિત. બહેન નીલમે જણાવ્યું કે, ભાઈ પબજી એડિક્ટ હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હતી. પિતા તેને ગેમ રમવા ન દેતા. તેને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. શંકા છે કે આ વિવાદમાં તેણે હત્યા કરી દીધી.

3 બહેનોમાં એકલો ભાઈ, પિતા સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા

ઘટના નવાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પિછૌરમાં બની. અહીં લક્ષ્મી પ્રસાદ (58), પત્ની વિમલા (55)ની સાથે રહેતા હતા. તેઓ પલરાની સરકારી શાળામાં પ્રિન્સિપાલ હતા. દીકરો અંકિત (26) સાથે રહેતો હતો. જ્યારે ત્રણેય દીકરીઓમાં મોટી દીકરી નીલમ અને સુંદરીના લગ્ન થઈ ચૂક્યા હતા. નીલમનું સાસરું પાડોશની કોલોનીમાં છે. નાની દીકરી શિવાની ઉરઈમાં રહીને અભ્યાસ કરી રહી છે.

અંકિત ઘરે જ મોબાઈલ રિપેરિંગનું કામ કરતો હતો. બહેન નીલમે જણાવ્યું કે, તે મોબાઈલ પર ગેમ બહુ જ રમતો હતો. છ મહિના તો રૂમથી નિકળ્યો જ ન હતો. તેવામાં તે ડિસ્ટર્બ થઈ ગયો હતો. તેનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. મમ્મી-પપ્પા સાથે મારપીટ પણ કરતો હતો. તેને બધા સાથે વાંધો હતો.

બહેને પાડોશીનો ફોન કર્યો, ત્યાર ઘટનાની ખબર પડી

બહેન નીલમે જણાવ્યું કે, શનિવારે સવારે પિતા લક્ષ્મી પ્રસાદને ફોન કરી હતી, પરંતુ તેઓ ફોન નહોતા ઉઠાવી રહ્યા. ત્યારબાદ પાડોશી કાશીરામને ફોન કર્યો. તેને ઘરે જઈને તપાસ કરવા કહ્યું. જ્યારે તેઓ ઘર પહોંચ્યા તો મેઈન ગેટ ખુલ્લો હતો. દરવાજો ખોલ્યો તો લોહીનું ખાબોચીયું જોવા મળ્યું. પિતાનું મોત થઈ ચૂક્યું હતું. જ્યારે માં વિમલામાં થોડો જીવ બાકી હતો.

પાડોશી કાશીરામે નીલમ અને પોલીસને માહિતી આપી દીધી. પોલીસ પહોંચી તો માં વિમલાને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવાયા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ ગયું. ત્યાં, પોલીસ ઘરે પહોંચી તો એક રૂમમાં અંકિત હતો. પોલીસે જણાવ્યું કે, તે ચારપગે આરામથી બેઠો હતો.

હત્યા બાદ તે ન્હાયો, કપડા બદલ્યા

ઈન્સ્પેક્ટર સુધાકર મિશ્રાએ જણાવ્યું કે, અંકિતને આ હત્યાનો કોઈ અફસોસ ન હતો. માનસિક રીતે તે ઠીક નહોતો. હત્યા બાદ તેણે ભાગવાનો પ્રયત્ન પણ ન કર્યો. ઈજાગ્રસ્ત હાલતમાં માં નીચે પડી પડી કણસી રહી હતી. પોલીસને શંકા છે કે 12થી 3 વાગ્યા વચ્ચે તેની હત્યા કરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

આરોપીની રેલવે હોસ્પિટલની જોબ છુટી, ત્યારથી ઘરે રહેતો હતો

નીલમે જણાવ્યું કે, કોરોનાના સમયે અંકિતની જોબ છુટી ગઈ હતી. તે રેલવે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો. લોકડાઉન દરમિયાન તે ઘરમાં જ રહેતો હતો. આ દરમિયાન મોબાઈલ અને લેપટોલ પર કલાકો સુધી ગેમ રમતો હતો. તેણે માતા-પિતા સાથે મારપીટ કરી હતી. તેને તે ગેમ રમાવાની ના પાડતા હતા અને ફરી જોબ કરવા માટે કહેતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ વિવાદમાં તેણે બંનેની હત્યા કરી દીધી.

Tags :