Get The App

'12માં ધોરણમાં બે વખત નાપાસ, કાકા સાથે કરી મજૂરી...' UPSC પાસ કરનાર PSI શાંતપ્પાનો જીવન સંઘર્ષ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
'12માં ધોરણમાં બે વખત નાપાસ, કાકા સાથે કરી મજૂરી...' UPSC પાસ કરનાર PSI શાંતપ્પાનો જીવન સંઘર્ષ 1 - image
Image Twitter 

Shantappa's Life Struggle to Pass UPSC : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરવા માટે ધીરજ અને સતત મહેનત કરવી પડતી હોય છે. આજે અમે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની નિષ્ફળતાને ક્યારેય હાર ન માની અને આખરે તે સફળતાનો ખિતાબ જીતવા માટે સફળ રહ્યા છે. તમને જે  વ્યક્તિ વિશે વાત કરવાની છે તેનું નામ છે શાંતપ્પા કુરુબારા (Shantappa Kurubara). તેઓ પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતાં-કરતાં સાથે તેઓ UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે.

12માં બે વાર નાપાસ થયો

હંગલી જિલ્લાના શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં સેવા આપતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શાંતપ્પા કુરુબારાએ કન્નડમાં સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા-2023ની પરીક્ષા આપી હતી. તે સાથે કન્નડમાં ઇન્ટરવ્યુમાં પણ ભાગ લીધો અને CSEમાં 644 રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી. કર્ણાટક બોર્ડ II PU એટલે કે ધોરણ 12માં બે વાર નાપાસ થયા પછી શાંતપ્પા UPSC પરીક્ષા પાસ કરી અહીં પહોંચવામાં સફળ રહ્યા છે.

UPSCમાં 644 રેન્ક હાંસલ કર્યો

UPSC પરીક્ષામાં 644 રેન્ક મેળવનાર શાંતપ્પાને આઠમા પ્રયાસમાં સફળતા મળી. તે B.Sc ગ્રેજ્યુએટ છે. શાંતપ્પા તેમના આ રેન્કથી સંતુષ્ટ નથી અને તેમણે આવતા વર્ષે પણ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, હું આઠમા પ્રયાસમાં CSE પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યો છું. હું આ રેન્કથી સંતુષ્ટ નથી. હું આવતા વર્ષે ફરી પરીક્ષા આપીશ. મારું સપનું ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી બનવાનું છે.

રોજ મજૂર તરીકે કર્યું કામ

બલ્લારી જિલ્લાનો રહેવાસી શાંતપ્પાએ બાળપણમાં જ તેમના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેમના કાકા બેંગલુરુમાં એક પ્રવાસી તરીકે દિહાડી મજૂર તરીકે કામ કરતા હતા, જ્યારે તેની સ્કુલમાં રજાઓ હોય તે દરમિયાન તેમની સાથે મજુરી કામ કરતા હતા. તે પછી તેઓ બલ્લારી પરત આવ્યા અને સ્કુલનો અભ્યાસ પૂરો કર્યો. તે કહે છે કે "હું II PU (ધોરણ 12)માં બે વાર નાપાસ થયો પણ પછીથી મારું ગ્રેજ્યુએશન પૂરું કરીને સબ-ઇન્સ્પેક્ટર બન્યો." તેમણે પોતાની સફળતાનો શ્રેય એ અપમાનોને આપ્યો કે જ્યારે પીયુમાં નાપાસ થતાં તેનો સામનો કરવો પડ્યો હતો.

સામાજિક કાર્યોમાં પણ રહે છે એક્ટિવ 

સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શાંતપ્પા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સમય આપતાં હતા. અન્નપૂર્ણેશ્વરી નગર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ દરમિયાન તેમણે એ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવવાનું કામ કર્યું અને કોવીડ મહામારી દરમિયાન પરિવારોને કરિયાણાનો સામાન પૂરો પાડવામાં મદદ કરી. તેમણે એક સોશિયલ મીડિયા અભિયાન પણ શરૂ કર્યું હતું. ગોરાગુંટેપલ્યા જંકશન પર મોબાઈલ ટોઈલેટ ઊભુ કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓ એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કોચિંગ સેન્ટરોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભણાવવા માટે પણ જતા હતા.


Google NewsGoogle News