શિમલામાં મસ્જિદને લઈને હિંદુ સંગઠનોના ફરી દેખાવોથી હોબાળો, કુલ્લુમાં રસ્તા પર હનુમાન ચાલીસા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
શિમલામાં મસ્જિદને લઈને હિંદુ સંગઠનોના ફરી દેખાવોથી હોબાળો, કુલ્લુમાં રસ્તા પર હનુમાન ચાલીસા 1 - image


Sanjauli mosque row: હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મસ્જિદ વિવાદને લઈને કુલ્લુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ રસ્તા પર 'હનુમાન ચાલીસા'નો પાઠ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મસ્જિદના ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ વિરુદ્ધ મારાજગી વ્યક્ત કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવતા લોકોએ તંત્રને આ મુદ્દાનો ઉકેલ લાવવાની માગ કરી છે. 

કુલ્લુના અખાડા બજારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા કહ્યું કે, મસ્જિદ ગેરકાયદે રીતે બનાવવામાં આવી છે અને તે વિસ્તારમાં અતિક્રમણનો ભાગ છે. વિરોધ કરી રહેલા લોકોએ તંત્રને આ ગેરકાયદે બાંધકામને તાત્કાલિક હટાવવાની માગ કરી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ધાર્મિક સ્થળોના બાંધકામમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. મંજૂરી લીધા વિના બાંધકામથી વ્યવસ્થા પર અસર પડે છે. તંત્રએ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. 

સુન્ની વેપાર મંડળના આહવાન પર બંધ રહ્યા બજાર

સંજૌલી મસ્જિદ વિવાદ મુદ્દે સુન્ની વેપાર મંડળે 'બંધ'નું આહવાન કર્યું હતું. આ આહવાન બાદ નગરના બજાર બંધ રહ્યા હતા. આ બંધનું આહવાન સંજૌલી મસ્જિદ મુદ્દે ચાલી રહેલા વિવાદના વિરોધમાં કરવામાં આવ્યું હતું. સુન્ની વેપાર મંડળના બંધના આહવાનના કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે પરંતુ વેપારીઓએ આ બંધને સમર્થન આપતા તંત્ર પાસે વહેલી તકે સમાધાનની માગ કરી છે. વેપાર મંડળે તંત્ર પાસે મસ્જિદ સંબંધિત સાથે સબંધિત મુદ્દાના સમાધાનની માગ કરી છે.

હિમાચલમાં મસ્જિદ વિવાદ વધી રહ્યો છે. શિમલામાં ફરી એકવાર દેખાવો શરૂ થઈ ગયા છે. સંજૌલી મસ્જિદની આસપાસ દેખાવો થઈ રહ્યા છે. સુન્ની નગર સંપૂર્ણપણે બંધ છે, જ્યાં સંજૌલી બજાર મસ્જિદ આવેલી છે. શિમલા કુલ્લુ મંડી બંધ છે. શિમલા અને મંડીમાં ગઈકાલના વિરોધ પ્રદર્શન બાદ હિંદુ સંગઠનોએ આજે ​​હિમાચલ બંધનું એલાન કર્યું છે. મંડીથી શિમલા સુધી બંધની અસર જોવા મળી રહી છે. બંને જગ્યાએ ઘણી દુકાનો બંધ છે.

શિમલામાં ફરી લોકો મસ્જિદ બહાર પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે. ગઈકાલે મંદીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં એક મસ્જિદની ગેરકાયદે દિવાલને તોડી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મંડીમાં મુસ્લિમ સમુદાયે જ ગેરકાયદે દિવાલ તોડી પાડી છે. 

વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સંગઠનોએ સંજૌલીમાં પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જના વિરોધમાં આજે ​​બંધનું આહવાન કર્યું હતું. શિમલા વેપાર મંડળના ઉપાધ્યક્ષ રાજકુમાર અગ્રવાલે કહ્યું કે, શિમલાના વેપારીઓ ઘટનાના વિરોધમાં રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. 12 સપ્ટેમ્બરે શિમલામાં પ્રદર્શનને કારણે બજારો બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહ્યા હતા. શનિવારે હિન્દુ સંગઠનોના બંધને લઈને કોઈ માહિતી મળી નથી. આવી સ્થિતિમાં રાજધાનીના તમામ બજારો ખુલ્લા રહેશે.

સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંજૌલી મસ્જિદ વિવાદથી લાગેલી ચિનગારી હવે રાજ્યભરમાં પ્રસરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ અંગે સરકારે શિમલા સચિવાલયમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, સીપીઆઈએમ, સીપીઆઈ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવા માટેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ આના માટે એક સંયુક્ત સમિતિ બનાવશે, જે રાજ્ય બહારથી આવતા લોકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવશે.


Google NewsGoogle News