Get The App

કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન 1 - image


-તેમના છેલ્લાં શબ્દો હતા;પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

નવી મુંબઇ,તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા હતા.તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રોફેસર હોવા ઉપરાંત પ્રો. સમીર વિદ્યાર્થી બાબતોના ડીન તરીકે પણ કામ કરતા હતા.

શુક્રવારે પ્રોફેસર સ્ટેજ પર ઉભા રહીને IITના ઓડિટોરિયમમાં ચાલી રહેલા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જે સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રો. ખાંડેકર સ્વાસ્થ્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા અને સૌને પહેલા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહી રહ્યા હતા, પછી અચાનક તેમની તબિયત બગડવા લાગી.ત્યાં હાજર લોકોને લાગ્યું કે તે ભાવુક થઈ રહ્યા છે પરંતુ અચાનક તે સ્ટેજ પરથી પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક કાર્ડિયોલોજીમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને ભૂતકાળમાં કોલેસ્ટ્રોલની સમસ્યા હતી જેના માટે તે દવાઓ પણ લેતા હતા. તેમના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે.


Google NewsGoogle News