Get The App

પ્રિયંકા ગાંધીએ નોંધાવી વાયનાડથી ઉમેદવારી તો સોનિયા ગાંધીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધીએ નોંધાવી વાયનાડથી ઉમેદવારી તો સોનિયા ગાંધીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી 1 - image


Priyanka Gandhi Nomination: કોંગ્રેસના મહિસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે તેમના માતા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધી માટે મોટી ભવિષ્યવાણી કરી દીધી. તેમણે કહ્યું કે, 'પ્રિયંકા ગાંધી મોટા માર્જિનથી જીતશે.' તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે લોકસભા બેઠકોમાંથી વાયનાડની બેઠક ખાલી કર્યા બાદ હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 


મને રાજકારણમાં 35 વર્ષનો અનુભવ: પ્રિયંકા ગાંધી

વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવીને પોતાની ચૂંટણી ઈનિંગની શરૂઆત કરી અને આ પ્રસંગે તેમણે કહ્યું કે, મને રાજકારણમાં 35 વર્ષનો અનુભવ છે. કારણ કે હું 1989માં મારા પિતા રાજીવ ગાંધી સાથે 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ચૂંટણી પ્રચાર અભિયાનમાં સામેલ થઈ હતી.

આ પણ વાંચો: અજિત પવારની એનસીપીએ 38 ઉમેદવારના નામ જાહેર કર્યા, વિવાદિત નેતાનું પત્તું કપાયું

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે, 'હું1989માં પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં સામેલ થઈ હતી, ત્યાર બાદથી 35 વર્ષોમાં મેં મારી માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને અન્ય સહયોગીઓ માટે પ્રચાર કર્યો છે.'

પ્રિયંકા ગાંધીનો રોડ શો

કોંગ્રેસ મહાસચિવે એમ પણ કહ્યું હતું કે,' વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે મને ઉમેદવાર બનાવવામાં આવી તે માટે હું ખુદને સમ્માનિત અનુભવી રહી છું.' મંગળવારે રાત્રે પોતાની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાયનાડ પહોંચેલી પ્રિયંકાએ પોતાના ભાઈ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કાલપેટ્ટાના નવા બસ સ્ટેન્ડથી રોડ શોનું નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો: વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી : પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, દિગ્ગજોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

આ રોડ શો દરમિયાન પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા, કોંગ્રેસ અને IUMLના વરિષ્ઠ નેતાઓ ખુલ્લા વાહનમાં તેમની સાથે હતા. રોડ શોના લગભગ બે કિલોમીટર લાંબા રૂટની બંને બાજુ કોંગ્રેસ અને તેના સહયોગી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના રંગો વાળા ફુગ્ગાઓ પણ લગાવવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News