Get The App

પ્રિયંકા ગાંધીએ બજરંગ પૂનિયા-સાક્ષી મલિક સાથે કરી મુલાકાત, કહ્યું ‘મોદી સરકારથી તમામ પરેશાન’

બજરંગ પૂનિયાએ પ્રધાનમંત્રી આવાસની સામે ફુટપાથ પર પોતાનું મેડલ મૂક્યું

રમત-ગમત મંત્રાલયે કહ્યું, પદ્મશ્રી પરત આપવાનો તેમનો અંગત નિર્ણય

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધીએ બજરંગ પૂનિયા-સાક્ષી મલિક સાથે કરી મુલાકાત, કહ્યું ‘મોદી સરકારથી તમામ પરેશાન’ 1 - image

નવી દિલ્હી, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર

ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Singh)ના નિકટના સંજય સિંહ (Sanjay Singh)ને ભારતી કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બનાવવા મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરનારા મુખ્ય ચહેરા કુસ્તીબાજ બજરંગ પૂનિયા (Bajrang Punia) અને સાક્ષી મલિક (Sakshi Malik) સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું એક મહિલા હોવાના નાતે અહીં આવી છું.

સંજય સિંહને અધ્યક્ષ બનાવાતા પૂનિયા-ફોગાટ-મલિક નારાજ

ટોક્યો ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ સંજય સિંહને WFIના અધ્યક્ષ બનાવવાના વિરોધમાં આજે પોતાનો પદ્મશ્રી પરત આપવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખુલ્લો પત્ર લખ્યો છે. ત્યારબાદ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે. તેમણે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસની સામે ફુટપાથ પર પોતાનું મેડલ રાખી દીધું. બીજીતરફ સાક્ષી મલિકે પણ આ મામલે ગઈકાલે 21 ડિસેમ્બરે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જ્યારે વિનેશ ફોગાટે કવિતા શેર કરી લખ્યું કે, વરસાદ માંગીશ નહીં. ફોગાટે પૂનિયાનો લેટર શેર કરી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, હાલ કોઈ ખેલાડીના મરવા પર રડવાની રાહ જોજો.

પત્રમાં બજરંગ પૂનિયાએ શું કહ્યું હતું ?

પદ્મશ્રી પરત આપતા અગાઉ બજરંગ પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. પૂનિયાએ આ પત્ર પણ X પર શેર કર્યો હતો. બજરંગ પૂનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, હું પોતાનો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. કહેવા માટે બસ મારો આ પત્ર છે. આ મારું સ્ટેટમેન્ટ છે. આ અગાઉ રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે, રમતમંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત ફેડરેશનમાં કોઈ આવશે નહીં, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચુંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિની જીત થઇ છે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે તે ન્યાય કરશે. મને લાગે છે કે પીઢીઓ ન્યાય માટે લડતી રહેશે. સરકારે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં તે વિફળ રહી છે.

પદ્મશ્રી પરત આપવાનો તેમનો અંગત નિર્ણય : રમત-ગમત મંત્રાલય

સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત કેટલાક રેસલર નારાજ છે. આ રેસલર્સ ઘણા સમયથી બૃજ ભૂષણના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પદ પર કોઈ મહિલાને હોવું જોઈએ. જોકે પદ્મશ્રી પરત કરવાના નિર્ણય પર રમત મંત્રાલયે કહ્યું કે, આ તેમનો અંગત નિર્ણય છે. સૂત્રોના અનુસાર, રમત મંત્રાલયે કહ્યું કે, WFIની ચૂંટણી નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે થઈ છે. અમે હજુ પણ પ્રયાસ કરીશું કે બજરંગ પૂનિયા પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બદલી દે.


Google NewsGoogle News