Get The App

'મોદી-અદાણી' પર્સ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીએ કહ્યું- ક્યૂટ છે

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
'મોદી-અદાણી' પર્સ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીએ કહ્યું- ક્યૂટ છે 1 - image


Parliament Winter Session: લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા વારંવાર અદાણીના મુદ્દાને લઈને હોબાળો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન મંગળવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી 'મોદી અદાણી ભાઈ-ભાઈ' લખેલું બેગ લઈને સંસદ પહોંચ્યા હતાં. સંસદમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, સંસદની કાર્યવાહી ચાલી નથી રહી, અમે ચર્ચામાં ભાગ નથી લઈ શકતાં. 

રાહુલ ગાંધીએ કહ્યું ક્યૂટ

પ્રિયંકા ગાંધીની આ બેગ જોતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ક્યૂટ છે'. બેગમાં એક બાજુ મોદી તો બીજી બાજુ અદાણીની તસવીર છે. આ બેગમાં 'મોદી-અદાણી ભાઈ ભાઈ' લખ્યું હતું. સંસદમાં જતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે લોકો ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા ઇચ્છીએ છીએ, પરંતુ સરકાર જ ચર્ચા નથી ઇચ્છતી. કોઈના કોઈ બહાને તે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ 'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં' સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ બંગાળે કર્યો બચાવ

વળી, આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદોને કહ્યું કે, સંસદમાં હાજરી સુનિશ્ચિત કરો અને ચર્ચામાં ભાગ લો. જેનાથી સંસદમાં ચર્ચા થાય અને મુદ્દાઓ પર વાતચીત થાય.

વિપક્ષે સરકારનો કર્યો ઘેરાવ

આ પહેલાં પણ સોમવારે વિપક્ષે અદાણી મુદ્દે કેન્દ્ર સરકારનો ઘેરાવ કર્યો હતો. રાહુલ ગાંધી રિપોર્ટર તરીકે જોવા મળ્યા હતા. વિપક્ષના બે સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીનું માસ્ક લગાવીને રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યા હતાં. જેમાં રાહુલ ગાંધી મોદી-અદાણીના સંબંધ, અમિત શાહની ભૂમિકા અને સંસદ ન ચાલવા પર પ્રશ્ન પૂછી રહ્યા છે.

આ પણ વાંચોઃ ફરી સામસામે આવ્યા ઉદ્ધવ સેના અને કોંગ્રેસના નેતાઓ, કર્ણાટકમાં મોટી બબાલ: જાણો શું છે વિવાદ

ભાજપે કર્યા પ્રહાર

વળી બીજી બાજુ, ભાજપ પણ કોંગ્રેસ પર સતત પ્રહાર કરી રહી છે. ભાજપે સોનિયા ગાંધી પર અમેરિકન બિઝનેસમેન જૉર્જ સોરોસ સાથે મળીને ભારત વિરોધી એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસ એક એજન્ડા હેઠળ ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરે છે. 

આ પહેલાં સોમવારે સંસદમાં થઈ રહેલાં હોબાળાને સમાપ્ત કરવા માટે સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સમજૂતી થઈ હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સુચારુ રૂપે ચાલશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિવિધ પાર્ટીના ફ્લોર નેતાઓ સાથે બેઠક કરી, જેમાં આ સંમતિ બની હતી.


Google NewsGoogle News