‘અહીં દરબારનો કોન્સેપ્ટ નથી, શહેનશાહનો છે’, રાષ્ટ્રપતિ ભવનના હૉલનું નામ બદલ્યા પછી પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Priyanka Gandhi

Priyanka Gandhi On PM Modi: રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ આજે ગુરુવારે (25 જુલાઈ) બદલી નાખવામાં આવ્યા છે. હવેથી દરબાર હોલ 'ગણતંત્ર મંડપ' અને અશોક હોલ 'અશોક મંડપ' તરીકે ઓળખાશે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાવો જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, "અહીં દરબારનો કોન્સેપ્ટ નથી, શહેનશાહનો છે."

રાષ્ટ્રપતિ ભવન દ્વારા 25 જુલાઈ, ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી હતી. ગયા વર્ષે જ કેન્દ્રની મોદી સરકારે રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરી દીધુ હતું. ‘દરબાર હોલ’ એ રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા વિશેષ સમારોહ અને ઉજવણીનું સ્થળ છે. 'દરબાર' શબ્દનો અર્થ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને સભાઓ સાથે જોડાયેલો છે. 

આ પણ વાંચો: - ભારતમાં અહીં 200 રૂપિયામાં મળે છે હીરાની 'ખાણ', એક શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ

દરબાર હોલનું નામકરણ

ભારત પ્રજાસત્તાક બન્યા પછી એટલે કે 'ગણતંત્ર' પછી તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. 'પ્રજાસત્તાક' ની વિભાવના પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં ઊંડે ઊંડે જડેલી છે, એટલા માટે દરબાર હોલનું નામ 'ગણતંત્ર મંડપ' રાખવું યોગ્ય છે. 

અશોક હોલનું નામ બદલીને 'અશોક મંડપ' કરાયું

રાષ્ટ્રપતિ ભવનમાં બનેલો 'અશોક હોલ' મૂળ તો બોલરૂમ હતો. 'અશોક' શબ્દનો અર્થ થાય છે  "તમામ દુઃખોથી મુક્તિ"  આ ઉપરાંત, 'અશોક' સમ્રાટ અશોકનું પ્રતિનિધિત્વ કરે છે, જે એકતા અને શાંતિનું પ્રતીક છે, સૌથી વધુ છે જે ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ ધરાવે છે, આવી સ્થિતિમાં 'અશોક હોલ' નું નામ બદલીને 'અશોક મંડપ' કરવાથી બ્રિટિશ શાસનના નિશાન મટી જાય છે.


Google NewsGoogle News