'BJP રાઘવ ચઢ્ઢા સાથે બદલો લઈ રહી': બંગલો ખાલી કરાવવા મામલે પ્રિયંકા ચતૂર્વેદી ભડક્યા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
'BJP રાઘવ ચઢ્ઢા સાથે બદલો લઈ રહી': બંગલો ખાલી કરાવવા મામલે પ્રિયંકા ચતૂર્વેદી ભડક્યા 1 - image


Image Source: Twitter

- સંજય સિંહ વિરુદ્ધ EDની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત: પ્રિયંકા ચતૂર્વેદી

મુંબઈ, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

શિવસેના યુબીટી (Shiv Sena UBT) ના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર દ્વારા AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પોતાનો બંગલો ખાલી કરવાનો આદેશ મળવા પર મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે કહ્યું કે, સરકારી રેકોર્ડની યોગ્ય તપાસ કરવામાં આવે તો એ જાણવા મળેશે કે, ઘણા બધા લોકો એવા હશે જે મુદત પતી ગયા બાદ પણ સરકારી બંગલામાં રહેતા હોય છે અને ઘણા લોકોને એવા મકાનો મળ્યા છે જે એ કેટેગરીમાં નથી આવતા. આમ છતાં તેઓ બંગલામાં જ રહે છે. તેમણે કહ્યું કે એક જ વ્યક્તિને નિશાન બનાવવું એ શાસક પક્ષનું બદલો લેવાની ભાવના દર્શાવે છે.

શિવસેના સંજય સિંહની સાથે

પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે સંજય સિંહના પિતા અને તેમની પત્ની અનિતા સિંહ સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે સંજય સિંહ વિરુદ્ધ EDની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે. આનાથી સાબિત થાય છે કે કેન્દ્ર સરકારમાં ડર બેસી ગયો છે. આ સંઘર્ષમાં અમે તેમની સાથે છીએ.

ટાઈપ 7 બંગલાના હકદાર નથી

આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢાને હાયર કેટેગરીનો બંગલો ફાળવવામાં આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ આ મામલે રાજકારણ ગરમાયુ છે અને તે રાજકીય વિવાદનો વિષય બની ગયો છે. હવે તેમને આ બંગલો ખાલી કરવાનો આદેશ મળ્યો છે. રાઘવ ચઢ્ઢાને ગત વર્ષે જુલાઈમાં ટાઈપ 7 બંગલો આપવામાં આવ્યો હતો. આ બંગલો તેમને રાજ્યસભા સાંસદ બન્યા બાદ ફાળવવામાં આવ્યો હતો. માર્ચ 2023 માં સચિવાલયે એવી દલીલ કરીને ફાળવણી રદ કરી હતી કે, રાઘવ ચઢ્ઢા પ્રથમ વખત ટાઈપ 7 બંગલાના હકદાર ન હતા. 

રાઘવ ચઢ્ઢા બંગલા પર સંપૂર્ણ અધિકારનો દાવો ન કરી શકે

હવે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, તેમણે 18 એપ્રિલે વચગાળાના જામીન માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તે સમયે કોર્ટે બંગલો ખાલી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 7 ઓક્ટોબરે સ્ટે ઉઠાવી લેતી વખતે પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું હતું કે, રાઘવ ચઢ્ઢા બંગલા પર સંપૂર્ણ અધિકારનો દાવો ન કરી શકે. 


Google NewsGoogle News