પ્રિયંકાએ અખિલેશને ફોન કર્યો : તેઓ હવે 'ઇંડિયા' ગઠબંધનની સાથે જ રહેશે
- 'પ્રિયંકા મેજિક' કામ કરી ગયું
- ઉ.પ્રમાં સપા કોંગ્રેસને 17 સીટો ફાળવશે, વારાણસી સીટ પણ કોંગ્રેસને આપશે : પહેલાં તે સીટ પર સપાના ઉમેદવારને મૂક્યા હતા
લખનૌ : માહિતગાર સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સપાના પ્રમુખ અખિલેશ યાદવ સાથે ફોન ઉપર વાત કરી પછી કોંગ્રેસ સપાનું તૂટતું ગઠબંધન ફરી પાછું પાટા ઉપર આવી ગયું છે.
લોકસભાની ચૂંટણીને હવે થોડા સપ્તાહો જ બાકી રહ્ય છે ત્યારે સૌથી વધુ ૮૦ સીટો ધરાવતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનું જોડાણ ફાઇનલ થઈ ગયું છે. કેટલાયે દિવસો સુધી ચાલી રહેલા મતભેદોનો અંત આવી ગયો છે અને અખિલેશે કહ્યું : અંત ભલા તો સબ ભલા, ગઠબંધન થશે જ કોઈ વિવાદ નથી. બહુ જલ્દી બાબતો સ્પષ્ટ થઈ જશે.
તેવું જાણવા મળ્યું છે કે, અખિલેશ કોંગ્રેસને ૧૦ સીટો આવશે તેમાં વારાણસીની સીટ પણ સમાવિષ્ટ છે. જો કે આ પૂર્વે અખિલેશે તે સીટ ઉપર પોતાનો ઉમેદવાર નક્કી કર્યો હતો પરંતુ હવે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
કોંગ્રેસ- સપા ગઠબંધનને પાછુ પાટા ઉપર લાવવામાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહી છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણી માટે રચાયેલા 'ઇંડિયા' ગઠબંધનમા કોંગ્રેસ અને સપા બંને સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને પક્ષોના ગઠબંધનમાં ગૂંચ પડી ગઈ હતી. અખિલેશ પહેલા કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો જ ફાળવવા તૈયાર હતા. પછી લંબાણ ચર્ચાના અંતે ૧૭ બેઠકો ફાળવવા તેઓ તૈયાર થયા એટલું જ નહી પરંતુ વારાણસીની મહત્ત્વની બેઠક પણ કોંગ્રેસને ફાળવી. પહેલાં કોંગ્રેસે મુરાદાબાદની સીટ માંગી હતી પરંતુ હવે તે છોડી રતનાપુર, શ્રાવસ્તી અને વારાણસીની માંગણી કરી છે. તેમાં સીતાપુર અને વારાણસી અંગે નિર્ણય લેવાઈ ગયો છે. શ્રીવાસ્તી અંગે હજુ ચર્ચા ચાલે છે. થોડા સમયમાં તે અંગે પણ નિર્ણય લેવાઈ જશે. ઉત્તર પ્રદેશમાં અમેઠી, રાયબરેલી, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાવ, સીતાપુર, અમરોહા, બુલંદશહેર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સિક્રી, શાહજહાંપુર, મથુરા વ. સીટો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે.
આ ગઠબંધન વિષે બુધવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવાઈ હતી જેમાં અખિલેશ, પ્રિયંકા, અઝજય રાય, નરેશ ઉત્તમ પટેલ ઉપસ્થિત હશે.
ઉત્તર પ્રદેશમાં સ.પા. અને કોંગ્રેસ વચ્ચે પહેલીવાર ગઠબંધન થયું. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં બંને સાથે રહીને લડયા હતા. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી બંનેને યુ.પી. કે લડકે કહીને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, બંને સાથે રહીને ચૂંટણી લડયા પણ બહુ સફળતા મળી ન હતી. ભાજપે પ્રચંડ શિકસ્ત આપી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા હતા. આ કારમા પરાજય પછી ગઠબંધન તૂટી ગયું.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અખિલેશ અને માયાવતી વચ્ચે ગઠબંધન થયું સપા બસપા સાથે આવ્યા છતાં ખાસ ફાયદો ન થયો અને એનડીએએ ભવ્ય વિજય મેળવ્યો. હવે ફરી એકવાર સ.પા. અને કોંગ્રેસ સાથે આવ્યા છે.