ફ્રાન્સીસી સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા પ્રિયમ ચેટર્જી
નવી દિલ્હી, તા.19 ઓગસ્ટ 2019, સોમવાર
યુવા શેફ પ્રિયમ ચેટર્જી ફ્રાંસના રાજદૂત એલેકજેન્ડ્રે જેગ્લર દ્વારા ફ્રાંસીસી એવોર્ડ શેવલિયર ડીઆડિડ્યૂ મેરિટે એગ્રિકોલે (ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ)થી સન્માનિત થનારા પહેલા ભારતીય બન્યા છે.
આજે યોજાયેલા એક સમારોહ દરમ્યાન ચેટર્જીને સન્માનિત કરવામાં આવ્યા. જેગ્લરએ જણાવ્યું હતુ કે, ભારતીય અને ફ્રાન્સીસિઓમાં એક સમાનતા છે કે, તેઓ ફક્ત ફૂડ અને ફૂડને લઇને થાક્યા વગર વાતો કરી શકે છે અને એક પણ એવી ભારતીય અને ફ્રાન્સીસી ફિલ્મ નથી બની કે જેમાં ફૂડ વિશે વાત કરવામાં ના આવી હોય.
જેગ્લરે આગળ જણાવ્યુ હતુ કે, 'પ્રિયમ, તમારે દિલ્હીમાં તમારો પરિચય ફ્રાન્સીસી ફૂડના દૂત તરીકે આપવો જોઇએ.' પ્રખ્યાત ફ્રાન્સીસી શેફ હેઠળ પ્રશિક્ષણ મેળવેલ ચેટર્જીને પોતાના નિવાસ સ્થાન પશ્ચિમ બંગાળના પારંપરિક ફૂડને ફ્રાન્સીસી સ્વરૂપ આપવા માટે તેમને આ સન્માન મળ્યુ છે.