મહારાષ્ટ્રમાં પરાજય થતાં જ કોંગ્રેસમાં ડખા શરુ, પૂર્વ CMએ કહ્યું- અમારી લીડરશીપ જ ખરાબ
Prithviraj Chavan Attack Congress: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે. ભાજપ એકલી 130 સીટો પર આગળ છે, ભાજપે માત્ર 148 સીટો પર ચૂંટણી લડી હતી.
ભાજપ ગઠબંધનને બહુમતીની જરૂરિયાત કરતાં 60થી વધુ બેઠકો મળી
આ સિવાય તેના સહયોગી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ પણ ઝંડા ફરકાવ્યા છે. શિંદેની શિવસેનાને 55 બેઠકો પર લીડ પર છે. આ સિવાય અજિત પવારની NCPને 40 બેઠકો પર લીડ મળી છે. આ રીતે જો ત્રણમાંથી કોઈપણ બે પક્ષ ઇચ્છે તો તેઓ સરકારનો હિસ્સો બની શકે છે. ભાજપ ગઠબંધનને બહુમતીની જરૂરિયાત કરતાં 60થી વધુ બેઠકો મળી છે.
કોંગ્રેસમાં પરાજય થતાં ડખા શરુ
જ્યારે સામે કોંગ્રેસમાં પરાજય થતાં ડખા શરુ થઈ ગયા છે. એવામાં કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ દક્ષિણ કરાડ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. તેમણે કોંગ્રેસની નેતાગીરી પર નિશાન સાધતાં મહારાષ્ટ્રમાં હારના કારણોની યાદી આપતાં કહ્યું કે, 'અમારી લીડરશીપ ખૂબ જ ખરાબ હતી, અમારી હારનું કારણ આ પણ હોઈ શકે છે.'
અમારી લીડરશીપ ખૂબ જ ખરાબ હતી: પૃથ્વીરાજ ચૌહાણ
પૃથ્વીરાજ ચૌહાણે હારના કારણો પર ચર્ચા કરતાં કહ્યું કે, 'અમે હારના કારણો શોધી શકતા નથી. કદાચ મહાયુતિને લાડકી બહેન યોજનાનો ફાયદો થયો છે. આ સિવાય અમારી લીડરશીપ ખરાબ હતી, જ્યારે RSSએ ભાજપને મદદ કરી અને તેનો ફાયદો તેને મળ્યો.'