VIDEO : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાને શેર કર્યું લતા મંગેશકરનું 'રામ ભજન'
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2024 બુધવાર
22 જાન્યુઆરીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર સૌની નજર છે. ઘર-ઘર જય શ્રીરામના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. દરેક ભારતીય દીવા પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને સ્વર કોકિલા લતા મંગેશકરને યાદ કર્યા છે.
પીએમ મોદીએ લતા મંગેશકરને કર્યા યાદ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ લતા મંગેશકરને યાદ કરતા ટ્વીટમાં લખ્યુ- જેમ કે દેશ ખૂબ ઉત્સાહ સાથે 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન જે લોકોની ખોટ વર્તાશે તે આપણા વ્હાલા લતા દીદી છે. તેમના દ્વારા ગાયેલો શ્લોક શેર કરી રહ્યો છુ. તેમના પરિવારે જણાવ્યુ કે આ તેમનો રેકોર્ડ કરવામાં આવેલો અંતિમ શ્લોક હતો. લતા મંગેશકર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો અંતિમ શ્લોક 'શ્રી રામાર્પણ' છે. જેને તેમણે એટલી સારી રીતે ગાયો છે કે જાણે કોઈક મંત્રમુગ્ધ થઈ ગયુ હોય.
બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ મળ્યુ
22 જાન્યુઆરીએ સમગ્ર દેશના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા ઈચ્છે છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ઘણી બોલીવુડ હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ સેલેબ્સમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કંગના રનૌત, રણદીપ હુડ્ડા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સામેલ છે.
આ તમામ બોલીવુડ સ્ટાર્સ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે ખૂબ ઉત્સાહી છે. આટલા મોટા અવસરે સ્વર કોકિલાની ખોટ વર્તાવી ખૂબ સ્વાભાવિક છે. લતા મંગેશકરે ખૂબ નાની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધુ છે. તેમણે પોતાના સિંગિંગ કરિયરમાં અગણિત હિટ ગીત આપ્યા છે. તેઓ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ ગીતો દ્વારા હંમેશા હૃદયની નજીક રહે છે. હવે બસ રાહ જોવાઈ રહી છે તો તે ઐતિહાસિક ક્ષણની જ્યારે અયોધ્યા નગરીમાં ધામધૂમથી ભગવાન રામનું સ્વાગત કરવામાં આવશે.