'પાપ પર પુણ્યની જીત': PM મોદીએ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામના પાઠવી
Image Source: Twitter
- ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામના પાઠવી
નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર
Dussehra Festival: દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે, દેશભરના મારા પરિવારજનોને દશેરાની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ નકારાત્મક શક્તિઓના અંત સાથે જ જીવનમાં સદ્ભાવના અપનાવાનો મેસેજ લઈને આવે છે.
આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ દેશવાસીઓને 'દશેરા'ની શુભકામનાઓ પાઠવી છે અને કહ્યું કે, દશેરાની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય પણ સત્યના આધાર પર ધર્મના પ્રકાશનો વિજય શાશ્વત છે. પાપ પર પુણ્યના વિજયનો પ્રતીક દશેરા આપણને હંમેશા વિવેક અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા અને શિક્ષા આપનારો પર્વ છે. ભગવાન શ્રી રામ તમામનું કલ્યાણ કરે. જય શ્રી રામ!
દેશભરમાં આજે દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જેમાં અસત્ય પર સત્યની જીતના પ્રતીક રૂપે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.