શાંઘાઈ-કોઓપરેટિવ ઓર્ગેનાઈઝેશનની સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર નહીં રહે
કારણ તે દર્શાવ્યું છે કે તે સમિટ ૩-૪ જુલાઈએ યોજાવાની છે પરંતુ સંસદનું સત્ર ૩ જુલાઈ સુધી ચાલવાનું છે
નવીદિલ્હી: તારીખ ૩-૪ જુલાઈ દરમિયાન મધ્ય એશિયાનાં સૌથી મોટાં રાષ્ટ્ર કઝાખિસ્તાનનાં પાટનગર અસ્તાનામાં યોજાનારી શાંધાઈ-કો-ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન (એ.સી.ઓ)ની શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી નહીં શકે કારણ કે સંસદનું સત્ર જ તારીખ ૩જી જુલાઈએ સંપન્ન થવાનું છે અને સત્રના છેલ્લા દિવસે તો વડાપ્રધાનની હાજરી જરૂરી મનાય છે.
સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે આવ્યા પછી પહેલીવાર તેઓ રશિયાના પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણ કરવા ઉપરાંત ચીનના પ્રમુખ શી જિન-પિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન સહબાજ શરીફને પણ આ શિખર પરિષદમાં મળશે તેવી આશા રાખવામાં આવી હતી. પરંતુ બંને દેશો સાથેના સંબંધોની સ્થિતિ જોતાં મોદી ભાગ્યે જ તેઓને મળે તે સંભાવના વધુ સાચી લાગતી હતી. જોકે ભારતે તો પહેલેથી જ કહ્યું છે કે આ ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને આર્થિક વિકાસ માટે તે ન્ર્ંભને ઘણું મહત્ત્વનું માને છે.
જોકે એચ.સી.ઓ.માં ભારત પૂર્ણ સભ્યપદે હોવા છતાં તેમાંથી તે અલગ પડી ગયું છે તેનું કારણ તે છે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવનો એસ.સી.ઓ.ના બધા જ દેશોએ સ્વીકાર કર્યો છે એક માત્ર ભારત જ તેનો સ્વીકાર કર્યો નથી, કે સમર્થન પણ આપ્યું નથી.
ભારતે વારંવાર કહ્યું છે કે આ સંગઠનનું મુખ્ય ધ્યેય આતંકવાદ સામે લડવાનું હોઈ શકે અને બીજું દરેક દેશે અન્ય દેશોનાં સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડતાને માન આપવું જોઈએ. જે પાકિસ્તાન અને ચીનને રૂચે તેમ નથી.