પીએમ મોદીએ સાંસદોને કહ્યુ કે, બહુ સરસ ફિલ્મ છે ધ કાશ્મીર ફાઈલ્સ, તમારે પણ જોવી જોઈએ
નવી દિલ્હી, તા. 15. માર્ચ. 2022 મંગળવાર
કાશ્મીરી પંડિતોના દર્દ અને વ્યથાને રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર વાવાઝોડુ સર્જી રહી છે ત્યારે પીએમ મોદીએ ફરી આ ફિલ્મના વખાણ કર્યા છે.
આજે ભાજપના સંસદીય દળની બેઠકમાં તેમણે આ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, કાશ્મીર ફાઈલ્સ બહુ સરસ ફિલ્મ છે અને તમારે પણ આ ફિલ્મ જોવી જોઈએ.
પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, આ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ.
સાંસદ મનોજ તિવારીએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ તો એવુ પણ નિવેદન આપ્યુ હતુ કે, હજી પણ એક જૂથ સત્યને દબાવવાની કોશીશ કરી રહ્યુ છે.આ લોકો પહેલા પણ આવુ કરી ચુકયા છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની ટીમ જ્યારે પીએમ મોદીને મળવા ગઈ ત્યારે પણ પીએમ મોદીએ ધ કાશ્મીર ફાઈલ્સના વખાણ કર્યા હતા.