Get The App

વિશ્વની સૌથી લાંબી ટ્વિન-ટનલ 'સેલા-ટનલ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
વિશ્વની સૌથી લાંબી ટ્વિન-ટનલ 'સેલા-ટનલ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું 1 - image


- 13,000 ફીટની ઉંચાઈએ આ ટનલો બાંધવામાં આવી છે

- વિકસિત ભારત, વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમમાં મોદીએ ભાગ લીધો સાથે ૧૦ હજાર કરોડની 'ઉન્નતિ' પરિયોજના નીચે અન્ય વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું

ઈટાનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ વિશ્વની સૌથી લાંબી 'ટ્વિન-ટનલ' સેલા ટનલનું ઉદઘાટન કર્યું હતું. 'વિકસિત ભારત, વિકસિત ઉત્તર-પૂર્વ' નામક એક કાર્યક્રમમાં પણ તેઓએ ભાગ લીધો હતો. આ સાથે રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે યોજાયેલી 'ઉન્નતિ' પરિયોજનાઓનું પણ તેઓએ ઉદઘાટન કર્યું હતું તે ઉદઘાટન સમારંભ સમયે વડાપ્રધાને ગજબનો વિનોદ કરતાં તેઓનાં પ્રવચનમાં કહ્યું હતું કે, 'આખો વખત મને સાંભળીને જનસામાન્ય કદાચ કંટાળી પણ જતો હશે.'

આ ટ્વિન-ટનલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ૧૩,૦૦૦ ફીટની ઉંચાઈએ બાંધી છે તે માટે રૂ. ૮૨૫ કરોડનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટમાં બે ટનલો બાંધવામાં આવી છે. ટનલ નં. ૧, ૧૦૦૩ મીટર લાંબી છે. ટનલ નં. ૨, (૧) ૫૯૫ મીટર લાંબી છે. આ પરિયોજનામાં ૮.૬ કી.મી. લાંબો માર્ગ પણ આવી જાય છે. રોજ ૩,૦૦૦ કાર અને ૨,૦૦૦ ટ્રક પણ પસાર થઈ શકે તેટલી વિશાળ આ ટનલો છે. (૨) આ ટનલનું મહત્વ એટલા માટે છે કે તે તિબેટ (ચીન)ની સરહદે આવેલા તવાંગ સુધીનો સંપર્ક તદ્દન સરળ બનાવે છે.

આ ટનલોને લીધે તવાંગ સુધી પહોંચવામાં માત્ર ૧ કલાકનો જ સમય બચે છે છતાં તેનું મહત્વ એટલા માટે છે કે ત્યાં સુધી જતો માર્ગ વર્ષમાં લાંબા સમય સુધી હિમવર્ષા અને તેના પરિણામે થતા ભૂ-પ્રપાતને લીધે બંધ રહે છે. તેથી તિબેટ (ચીન)ની સરહદ સુધી પહોંચવું જ અતિ મુશ્કેલ બની જાય છે. તેથી લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ સુધી પહોંચવું સેના માટે ઘણું અઘરૃં બને છે.

આ ટનલ 'સેવા ઘાટ' નજીક હોવાથી તેને 'સેવા-ટનલ' તેવું નામ અપાયું છે. (૪) આ ટનલથી માત્ર સંરક્ષણમાં જ લાભ થશે તેવું નથી તેથી વ્યાપાર વિનિમય પણ વધવાનો છે, જે છેવટે તો સામાજિક ઉત્કર્ષ તરફ લઈ જનાર છે. (૪) આ ટનલ્સ માટે વડાપ્રધાને ફેબુ્ર. ૨૦૧૯માં શિલારોપણ કર્યું હતું. પરંતુ કોવિદ-૧૯ સહિત અનેક અવરોધોને લીધે તે કાર્યવાહીમાં ઢીલ આવી હતી. પરંતુ આ ટનલ થતાં ચીન સામે આપણી સંરક્ષણ ક્ષમતા ઘણી વધી જશે. આ ટનલનો હેતુ ચીનનો સામનો કરવામાં સહાય મળે તે છે.


Google NewsGoogle News