આ વખતે કાશ્મીરની ચૂંટણી ત્રણ પરિવાર અને જવાનો વચ્ચે, 42 વર્ષમાં પહેલીવાર કોઈ PMની અહીં રેલી
Legislative Assembly Elections, Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. પહેલા તબક્કામાં ડોડા, કિશ્તવાડ અને રામબનની આઠ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિ હતી. 42 વર્ષમાં આ પહેલી વખત બન્યું હશે કે જ્યારે કોઈ વડાપ્રધાને ડોડાની મુલાકાત લીધી હોય.
ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કશ્મીરમાં એક તરફ 3 પરિવારો છે તો બીજી તરફ કશ્મીરી યુવા છે. અને આજ સુધીમાં 3 પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમના કારણે હજારો બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલા કશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સમાન્ય થઇ ગઈ છે. આ ચૂંટણી જમ્મુ કાશ્મીરનું ભાગ્ય નકી કરશે.
આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે
ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલા કશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સમાન્ય થઇ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.
સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું
રેલીમાં ભીડને જોઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તમે બધા ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોમાંથી અહીં આવ્યા છો, તમે અહીં સુધી પહોંચવા માટે કલાકો સુધી મુસાફરી કરી હશે, તેમ છતાં તમારા ચહેરા પર કોઈ થાક નથી, હું તમારા અને દેશ માટે બમણું અને ત્રણ ગણું કામ કરીને તમારા પ્રેમ, અને આશીર્વાદનો બદલો ચૂકવીશ, તમે અને હું સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.'
માત્ર પોતાના બાળકોને જ આગળ વધાર્યા
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ' તમે અહીંયા જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારા બાળકોની ચિંતા કરી નથી. તેમણે માત્ર પોતાના બાળકોને જ આગળ વધાર્યા છે, પરિવારવાદને પ્રોત્સાહન આપતા પક્ષોએ જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને આતંકવાદમાં ફસાવી તેમને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. આ લોકોએ રાજ્યમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી. આ વખતની ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે. આઝાદી બાદથી જ આપણું પ્રિય જમ્મુ અને કાશ્મીર વિદેશી શક્તિઓનું નિશાન બની ગયું હતું, ત્યારબાદ આ સુંદર રાજ્યને ભાઈ-ભત્રીજાવાદે પાછળ રાખવાનું શરૂ દીધું હતું.
તેમણે કયારેય એસસી/એસટી અને ઓબીસીનું નામ પણ લીધું નથી
બંધારણને લઈને વડાપ્રધાને વિપક્ષ પર આક્ષેપ કર્યો હતો કે, ' આ લોકો(વિપક્ષ) બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાના કાળા કૃત્યો છુપાવવા માટે આ પ્રકારનો દેખાડો કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી. નહિંતર આપણા જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી બે બંધારણ હતા તેનું કારણ શું હતું? દેશના અન્ય ભાગોમાં જે અધિકારો નાગરિકોને મળી મળ્યા છે તે અહીંના નાગરિકોને કેમ નથી મળ્યા? શું કારણ છે કે અહીંના આપણા પહાડી ભાઈ-બહેનોને આટલા વર્ષો સુધી અનામત મળી ન હતી? તેમણે તો અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં એસસી/એસટી અને ઓબીસીનું નામ પણ લીધું નથી.'