Get The App

વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસનો કાર્યક્રમ, બે દેશોની લેશે મુલાકાત, અનેક મુદ્દે ચર્ચા થવાની શક્યતા

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસનો કાર્યક્રમ, બે દેશોની લેશે મુલાકાત, અનેક મુદ્દે ચર્ચા થવાની શક્યતા 1 - image


- 22મી ભારત-રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે

- 8 અને 9 જુલાઇએ મોસ્કોમાં પરિષદમાં ભાગ લીધા પછી મોદી ઓસ્ટ્રીયાના રાષ્ટ્રપતિ અને ચાન્સલરને મળશે 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહ ૮ થી ૧૦ જુલાઇ સુધી રશિયા અને ઓેસ્ટ્રીયાના સત્તાવાર પ્રવાસે જશે. ભારતના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ   વડાપ્રધાન મોદી ૨૨મી ભારત-રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે. આ ઉપરાંત તે ઓસ્ટ્રીયાના વડાપ્રધાનને મળશે.

વડાપ્રધાન મોદી ભારત અને રશિયાની વચ્ચે બહુમુખી સંબધોની સંપૂર્ણ શૃખલાની સમીક્ષા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ૮ થી ૧૦ જુલાઇ સત્તાવાર રીતે વિદેશ પ્રવાસ પર રહેશે.

ઉલ્લલેખનીય છે કે ૨૨મી ભારત-રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતીને વડાપ્રધાન મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું છે. 

આ શિખર પરિષદમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ૮ અને ૯ જુલાઇએ મોસ્કોમાં રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને દેશોના નેતા પરસ્પર હિતના સમકાલીન ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ત્યારબાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રીયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વાન ડેર બેલનથી મુલાકાત કરશે. આ ઉપરાંત ઓસ્ટ્રીયાના ચાન્સલર કાર્લ નેહમર સાથે વાતચીત કરશે. આ બંને નેતાઓ ભારત અને ઓસ્ટ્રીયાના વેપારી પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.


Google NewsGoogle News