મહાકુંભ પહોંચ્યા વડાપ્રધાન મોદી, પવિત્ર સંગમમાં કર્યું સ્નાન, CM યોગી પણ સાથે હાજર
Narendra Modi in Prayagraj: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે પીએમ મોદીએ ભગવાન રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી.
આ પણ વાંચો: શનિની મહાદશા ચાલતી હોવાથી અરવિંદ કેજરીવાલ માટે 2028 સુધી પડકારો સર્જાશે
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.