નવી સંસદમાં વડાપ્રધાન મોદીનું પહેલું સંબોધન, મહિલા આરક્ષણ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' આપ્યું નામ

નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી 'મિચ્છામી દુક્કડમ' : PM મોદી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
નવી સંસદમાં વડાપ્રધાન મોદીનું પહેલું સંબોધન, મહિલા આરક્ષણ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' આપ્યું નામ 1 - image


સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જોવા મળ્યા હતા. PM મોદી દ્વારા કાર્યવાહી શરુઆત પહેલા PM મોદીએ નવા સંસદભવનમાં પહેલું સંબોધન કર્યું હતું. નવા સંસદમાં PM મોદીએ પ્રથમ સંબોધનની શરૂઆત કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે.

'નારી શક્તિ વંદન એક્ટ' મહિલા આરક્ષણ બિલનું નામકરણ 

મળતી માહિતી અનુસાર આજે નવા સંસદભવનની શરુઆતના દિવસે મહિલા અનામત બિલ રજૂ  થઇ શકે છે. વડાપ્રધાન મોદીએ આ મામલે બોલતા જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા આરક્ષણને બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું છે.

જૂની સંસદને વિદાય આપતા કહ્યું ગરિમા ઓછી ન થવી જોઈએ

આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે PM મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.


Google NewsGoogle News