Get The App

'વડાપ્રધાન મોદી, અખિલેશ યાદવ, રાહુલ ગાંધી...', 10 દિગ્ગજ લીડર જે પોતાને જ વોટ નહીં આપી શકે

Updated: May 13th, 2024


Google NewsGoogle News
'વડાપ્રધાન મોદી, અખિલેશ યાદવ, રાહુલ ગાંધી...', 10 દિગ્ગજ લીડર જે પોતાને જ વોટ નહીં આપી શકે 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: ચૂંટણીમાં દરેક વોટ બહુમૂલ્ય હોય છે. એઆર કૃષ્ણમૂર્તિ અને સીપી જોશીને મળેલી હાર તેનું સૌથી મોટું ઉદાહરણ છે. લોકસભા ચૂંટણી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત દસ દિગ્ગજ નેતાઓ પોતાને જ વોટ નહીં આપી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠકથી ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. ગત ચૂંટણી પીએમ મોદીએ ચાર લાખથી વધુ મતથી જીતી હતી પરંતુ તેઓ ત્યાં ક્યારેય પોતાને મત આપી શક્યા નહીં. તેનું કારણ એ છે કે પીએમ મોદીનું નામ અમદાવાદની મતદાતા યાદીમાં નોંધાયેલુ છે. આ વખતે સાત મે એ તેમણે અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કુલમાં પોતાનું મતદાન કર્યું હતું. 

રાહુલ ગાંધી

કેરળની વાયનાડ બાદ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પોતાને પોતાનો વોટ આપી શકશે નહીં. રાહુલ ગાંધી દિલ્હીના મતદાતા છે. રાહુલ ગાંધીનું નામ 40-ન્યૂ દિલ્હી વિધાનસભા મતવિસ્તારની મતદાતા યાદીમાં સીરીયલ નંબર 705 અને ભાગ નંબર 62માં નોંધાયેલું છે. 

અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ 12 વર્ષ બાગ કન્નોજ લોકસભા વિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુબ્રત પાઠક છે. અખિલેશ યાદવ કન્નોજમાં પોતાને પોતાનો વોટ આપી શકશે નહીં. 

સાત મે એ તેમણે પોતાના પૈતૃક ગામ સેફઈમાં મતદાન કર્યું. સેફઈ મેનપુરી લોકસભા વિસ્તાર અંતર્ગત આવે છે. ત્યાંથી તેમની પત્ની ડિમ્પલ યાદવ મેદાનમાં છે. અખિલેશ યાદવનું નામ જસવંતનગર વિધાનસભાની મતદાતા યાદીમાં ભાગ નંબર 220ના સીરીયલ નંબર 574માં સામેલ છે. 

મેનકા ગાંધી

આઠ વખતથી ભાજપ સાંસદ મેનકા ગાંધી પણ પોતાને વોટ આપી શકશે નહીં. આ વખતે તેઓ સુલ્તાનપુર લોકસભા બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. મેનકા ગાંધીનું નામ 40- નવી દિલ્હી વિધાનસભાની મતદાતા યાદીમાં ભાગ સંખ્યા 63ના સીરીયલ નંબર 248માં નોંધાયેલુ છે.

યુસુફ પઠાણ

ક્રિકેટર યુસુફ પઠાણને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)એ પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સામે ઉતારવામાં આવ્યા છે. યુસુફ પઠાણનું નામ પણ તે નેતાઓમાં સામેલ છે જે પોતાને વોટ આપી શકશે નહીં. યુસુફ પઠાણનું નામ ગુજરાતની અકોટા વિધાનસભા વિસ્તારની મતદાતા યાદીમાં ક્રમ સંખ્યા 1248 અને સીરીયલ નંબર 135માં નોંધાયેલુ છે.

કન્હૈયા કુમાર

ઉત્તર-પૂર્વી દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયા કુમાર પણ પોતાને વોટ આપી શકશે નહીં. કન્હૈયા કુમારનું નામ બેગૂસરાય લોકસભા વિસ્તાર અંતર્ગત આવતી તેઘડા વિધાનસભા વિસ્તારની મતદાતા યાદીમાં ક્રમ સંખ્યા 612 અને સીરીયલ નંબર 228માં નોંધાયેલુ છે.

તેમની સામે મેદાનમાં ઉતરેલા ભાજપ ઉમેદવાર મનોજ તિવારી પોતાને પોતાનો વોટ આપી શકશે નહીં. તેમનું નામ ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તારની મતદાતા યાદીમાં નોંધાયેલુ છે. મનોજ તિવારીનું નામ ઘોંડા વિધાનસભાની મતદાતા યાદીમાં ક્રમ સંખ્યા 126 અને સીરીયલ નંબર 60માં નોંધાયેલુ છે.

કીર્તિ આઝાદ

વર્ધમાન-દુર્ગાપુર લોકસભા વિસ્તારથી તૃણમુલ કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ આઝાદ પણ પોતાને વોટ આપી શકશે નહીં. આઝાદનું નામ 48 આંબેડકર નગર દિલ્હીની મતદાતા યાદીમાં ક્રમ સંખ્યા 493 અને સીરીયલ નંબર 138માં સામેલ છે.

શત્રુઘ્ન સિન્હા

પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠકથી શત્રુઘ્ન સિન્હા બીજી વખત ચૂંટણી મેદાનમાં છે. સિન્હા પણ પોતાને વોટ આપી શકતા નથી. સિન્હાનું નામ બિહારની બાંકીપુર વિધાનસભા વિસ્તારની મતદાતા યાદીમાં ક્રમ સંખ્યા 726 અને સીરીયલ નંબર 380માં નામ નોંધાયેલુ છે.

સાધ્વી નિરંજન જ્યોતિ

ઉત્તર પ્રદેશની ફતેહપુર લોકસભા વિસ્તારથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ પોતાને વોટ આપી શકશે નહીં. નિરંજન જ્યોતિની સામે સપાના પૂર્વ પ્રદેશાધ્યક્ષ નરેશ ઉત્તર પટેલ અને બસપાથી મનીષ સચાન છે. નિરંજન જ્યોતિનું નામ 228-હમીરપુર વિધાનસભાની મતદાતા યાદીમાં ભાગ સંખ્યા 112 અને ક્રમ સંખ્યા 525માં નોંધાયેલુ છે.

કિશોરી લાલ શર્મા

કોંગ્રેસે આ વખતે કિશોરી લાલ શર્માને અમેઠી લોકસભા વિસ્તારથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે. ખાસ વાત એ છે કે કિશોરી લાલ શર્મા અમેઠીમાં પોતાને પોતાનો વોટ આપી શકશે નહીં. જોકે, કિશોરી લાલ શર્માનું નામ 63-લુધિયાણા કેન્દ્રીય વિધાનસભામાં ક્રમ સંખ્યા 3 અને સીરીયલ નંબર 163માં નોંધાયેલુ છે.

જ્યારે એક વોટથી હાર્યા બે ઉમેદવાર

2004માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ (સેક્યુલર) ના ઉમેદવાર એઆર કૃષ્ણમૂર્તિને એક વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સાંથેમરહલ્લી વિધાનસભા બેઠક પર એઆર કૃષ્ણમૂર્તિને 40,751 મત મળ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર આર ધ્રુવનારાયણને 40,752 વોટ મળ્યા હતા. હાર-જીતનો નિર્ણય માત્ર એક વોટથી થયો હતો. 2008માં રાજસ્થાનની નાથદ્વારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સીપી જોશી ભાજપ ઉમેદવાર કલ્યાણ સિંહ ચૌહાણથી એક વોટથી હાર્યા હતા. સીપી જોશીને 62,215 અને કલ્યાણ સિંહ ચૌહાણને 62,216 વોટ મળ્યા હતા.


Google NewsGoogle News