Get The App

પેરાસિટામોલથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની 800 જરૂરી દવાઓ પહેલી એપ્રિલથી થશે મોંઘી

વર્ષમાં એક વખત કિંમત વધારવા મંજૂરી મળી શકે છે : દવામાં ઉપયોગ થતી વસ્તુઓની કિંમતો વધતા ભાવ વધ્યા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
પેરાસિટામોલથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની 800 જરૂરી દવાઓ પહેલી એપ્રિલથી થશે મોંઘી 1 - image


Medicine Price Hike : પહેલી એપ્રિલથી પેરાસિટામોલથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની 800 જરૂરી દવાઓ મોંઘી થવાના અહેવાલો મળી રહ્યા છે. આ દવાઓમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકારે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (WPI)માં ઘણા ફેરફાર કર્યા છે અને રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ (NLEM)માં 0.0055 ટકાનો વધારો કર્યો છે. દેશની નેશનલ ડ્રગ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA)એ એનએલઈએમમાં 12 ટકાનો વધારો કરવા સરકારને 2023માં ભલામણ કરી હતી. એનપીપીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ફુગાવાના આધારે ભાવ સુધારો કરવાની ભલામણ કરી છે. એનપીપીએએ છેલ્લે 2022માં એનએલઈએમમાં સામેલ દવાઓની કિંમતોમાં 10 ટકા વધારો કરવાની ભલામણ કરી હતી.

વર્ષમાં એક વખત દવાની કિંમતો વધશે?

રિપોર્ટ મુજબ સરકાર દવાની કિંમતોમાં વધારો કરવા માટે વર્ષમાં એક જ વખત મંજૂરી આપી શકે છે. છેલ્લા ઘણા વર્ષથી દવાના ઉપયોગ થતી વસ્તુઓમાં 15થી 30 ટકાનો વધારો થયો છે. અગાઉ વર્ષ 2022માં દવાની કિંમતોમાં 10થી 12 ટકા સુધીનો વધારો થયો હતો. પેરાસિટામોલમાં 130 ટકાનો વધારો, જ્યારે એન્ટીસિએટ્સમાં 18-262 ટકાનો વધારો તેમજ અન્ય ઘણી દવાઓના ભાવ પણ વધ્યા છે.

કિંમતો વધારવા મંજૂરી મગાઈ

દવા ઉદ્યોગના ગ્રૂપનું કહેવું છે કે, દવા બનાવવામાં ઘણો ખર્ચ થાય છે, તેથી તેની કિંમતો વધી જાય છે. ડબલ ડિજિટમાં વધારો થઈ રહ્યો છે. કિંમતો વધ્યા બાદ દવા ઉદ્યોગનો આંશિક રાહત મળશે. દવા એવી વસ્તુ છે, જે મોટાભાગના લોકો માટે જરૂરી છે. પેરાસિટામોલ, એઝિથ્રોમાસીન અને વિટામિન તેમજ મિનરલ્સ વગેરે સામેલ હોય છે. આ દવાઓની યાદીમાં પેરાસીટામોલ, એઝિથ્રોમાસીન જેવી એન્ટિબાયોટિક્સ, એનિમિયા વિરોધી દવાઓ, વિટામિન્સ અને આયર્ન તેમજ કોવિડ-19 રોગમાં વપરાતી દવાઓ અને સ્ટેરોઇડ્સ પણ સામેલ છે.

સરકારે છેલ્લે 2022માં NLEMમાં ફેરફાર કર્યા હતા

પેરાસિટામોલની કિંમતો 130 ટકા, એક્સીસિએટ્સની 18થી 262 ટકા, ગ્લિસરીન અને પ્રોપલીન ગ્લાઈકોલ, સિરપ સહિત સૉલ્વૈંટ્સમાં ક્રમશઃ 263 ટકા અને 83 ટકા મોંઘી થઈ છે. ઈન્ટરમીડિએટ્સ દવાઓની કિંમતો 11થી 175 ટકા વધી છે. જ્યારે પેનિસિલિન જી 175 ટકા મોંઘી થઈ ગઈ છે. સરકારે છેલ્લા 2022માં એનએલઈએમની યાદી બહાર પાડી હતી. પ્રથમવાર વર્ષ 1996માં યાદી પ્રકાશિત કરાઈ હતી, ત્યારબાદ 2003માં, 2011 અને 2022માં ફેરફાર કરાયા હતા.

સરકારે 2022માં આ 26 દવાઓને યાદીમાંથી હટાવી હતી

  1. અલ્ટેપ્લેસ
  2. એટેનોલોલ
  3. બ્લીચિંગ પાવડર
  4. કેપ્રિઓમાસીન
  5. સેટ્રીમાઇડ
  6. ક્લોરફેનિરામાઇન
  7. ડિલોક્સાનાઇડ ફ્યુરોએટ
  8. ડીમરકેપ્રોલ
  9. એરિથ્રોમાસીન
  10. એથિનાઇલ એસ્ટ્રાડીઓલ
  11. એથિનાઇલસ્ટ્રાડિઓલ (A) + નોરેથિસ્ટેરોન (B)
  12. ગેન્સીક્લોવીર
  13. કેનામાઈસિન
  14. લૈમિવુડિન (A) + નેવિરાપીન (B) + સ્ટેવુડિન (C)
  15. લેફ્લુનોમાઇડ
  16. મિથાઈલડોપા
  17. નિકોટીનામાઇડ
  18. પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા 2એ અને 2બી
  19. પેન્ટામિડાઈન
  20. પ્રીલોકેઈન (A) + લિગ્નોકેઈન (B)
  21. પ્રોકાર્બેઝિન
  22. રેનિટીડિન
  23. રિફાબૂટિન
  24. સ્ટેવુડિન (A) + લેમિવુડિન (B)
  25. સુક્રાલફેટ
  26. સફેદ પેટ્રોલિયમ

Google NewsGoogle News