દેશના પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ રઘુબર દાસનું રાજીનામું સ્વીકાર્યું
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ અલગ અલગ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર, જ્યારે ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસે રાજીનામું આપ્યું છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવાયા છે.
ડૉ. વી.કે.સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા છે. આ સિવાય બિહારના ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.