‘ન્યાય મળે, ત્યાં સુધીમાં દીકરીની જિંદગી ખતમ...’ કોર્ટમાં દુષ્કર્મના પેન્ડિંગ કેસ મુદ્દે બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
‘ન્યાય મળે, ત્યાં સુધીમાં દીકરીની જિંદગી ખતમ...’ કોર્ટમાં દુષ્કર્મના પેન્ડિંગ કેસ મુદ્દે બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ 1 - image


National Conference of District Judiciary : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સમ્મેલન (National Conference of District Judiciary)ને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાભારતમાં સુપ્રીમ કોર્ટનું સૂત્ર 'યતો ધર્મ તતો જય', નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,  જેનો અર્થ થાય છે, 'જ્યાં ધર્મ છે, ત્યાં વિજય' છે. 

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ' ન્યાય અને અન્યાયનો નિર્ણય કરે છે તે ધર્મ એ શાસ્ત્ર છે. મને આનંદ છે કે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ન્યાય પ્રત્યે શ્રદ્ધા અને આદરની લાગણી આપણી પરંપરાનો એક ભાગ રહ્યો છે.

'પેન્ડિંગ કેસ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે'

તેમણે કહ્યું, 'આ દેશના દરેક ન્યાયાધીશ અને ન્યાયિક અધિકારીએ સત્ય, ધર્મ અને ન્યાયનું સન્માન કરવાની નૈતિક જવાબદારી છે. આ જવાબદારી ન્યાયતંત્રનો મહત્તવનો  આધારસ્તંભ છે. અમારી પાસે પેન્ડિંગ કેસો છે, જેને આવા સમ્મેલન, લોક અદાલતો વગેરેના માધ્યમ દ્વારા ઉકેલી શકાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, 'પેન્ડિંગ કેસો અને બેકલોગ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે, તેને પ્રાથમિકતા આપવી જોઈએ અને તેનું સમાધાન લાવવું જોઈએ. આ અંગે ચર્ચા કરવામાં આવી છે, અને મને ખાતરી છે કે તે દિશામાં યોગ્ય પરિણામ આપશે.

બળાત્કારના કેસમાં નિર્ણયમાં વિલંબ 

રાષ્ટ્રપતિએ કહ્યું, 'બળાત્કારના કેસમાં નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે. અને વિલંબને કારણે લોકોની સંવેદનશીલતા ઘટી જાય છે. ભગવાન પાસે વિલંબ છે, અંધકાર નથી. કેટલા સમય માટે, 12 વર્ષ, 20 વર્ષ? ન્યાય મળે, ત્યાં સુધી જીંદગી પૂરી થઈ જશે. મુસ્કુરાહટ ખત્મ થઈ જશે. આ અંગે ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ.

'મહિલાઓ અને બાળકો સામેના ગુના એ ગંભીર ચિંતાનો વિષય છે'

સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ શનિવારે જજોની અખિલ ભારતીય સમ્મેલનમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'દેશમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. તેથી જિલ્લા અદાલતના ન્યાયાધીશોને આ કેસોનો ઝડપથી નિકાલ માટે અપીલ કરુ છું. જેથી ખાસ કરીને મહિલાઓ અને સમગ્ર સમાજમાં સુરક્ષાની ભાવના પેદા થઈ શકે.'

આ ભારતના બંધારણ અને બંધારણીય મૂલ્યોની યાત્રા છે: પીએમ મોદી

સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ કહ્યું કે, 'આ માત્ર એક સંસ્થાની યાત્રા નથી. આ ભારતના બંધારણ અને બંધારણીય મૂલ્યોની યાત્રા છે.  આ યાત્રા એક લોકશાહી તરીકે ભારત વધુ પરિપક્વ બનવા માટેની છે.


Google NewsGoogle News