રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માહિતી લીક કરનાર ભૂમિદળના મેજરને સેવામાંથી દૂર કરવા હુકમ કર્યો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માહિતી લીક કરનાર ભૂમિદળના મેજરને સેવામાંથી દૂર કરવા હુકમ કર્યો 1 - image


- રાષ્ટ્રપતિ ત્રણેય સેનાઓના સર્વોચ્ચ વડા છે

- તે મેજર સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત કોઈના સંપર્કમાં હતો તે પકડાઈ ગયું

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેના અધિનિયમ 1950 નીચે તેઓને મળેલા અધિકારોનો ઉપયોગ કરી. ગયા મહિને ભૂમિદળના એક મેજરને સેવામાંથી દૂર કરવા હુકમ કર્યો છે. તે મેજર ઉપર રાષ્ટ્રીય સલામત ખતરામાં નાખવાના આરોપો છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિએ તે મેજરને એક મહિના પૂર્વે જ સેવામાંથી દૂર કર્યો હતો પરંતુ તેની માહિતી હવે મોડેથી આપવામાં આવી છે. તે મેજર ઉપર આ એકશન લાંબી તપાસ પછી લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મેજર સોશ્યલ મીડીયા દ્વારા પાકિસ્તાન સ્થિત કોઈના સંપર્કમાં હતો.

તે મેજર સ્ટ્રેટેજિક ફોર્સીઝ કમાન્ડ (એસ.એ.એફ.) યુનિટમાં કામ કરતો હતો. એક અધિકારીએ અનામી રહેવાની શર્તે જણાવ્યું હતું કે ગત વર્ષે જ એસ.એફ.સી.એ એક સમિતિ (બોર્ડ)ની રચના કરી હતી. જેમાં ઘણા વિશિષ્ટ અધિકારીઓ આવેલ હતા. ભારતના પરમાણુ શસ્ત્રાગરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખનાર કમાન્ડર-ઈન-ચીફ પોતે જ બોર્ડ (સમિતિ)ના પ્રમુખ હોય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મેજરની પાસેથી કેટલાએ ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. જે બધા તે મેજર પોતાની ડીવાઈસમાં સંગ્રહી રાખતો હતો. આ સશસ્ત્રદળોમાં નિયમોના ઉલ્લંઘન સમાન છે. તે ઉપરાંત તે મેજર પાકિસ્તાની જાસૂસી સંસ્થાની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. તે સોશ્યલ-મીડીયા દ્વારા સંપર્ક રાખતો હતો.

સમાચાર એજન્સીઓ જણાવે છે કે રાષ્ટ્રપતિ જેઓ, ત્રણે સેનાઓના સુપ્રીમ કમાન્ડર-ઈન-ચીફ છે, તેઓએ સેના અધિનિયમ 1950 નીચે તેઓને મળેલા અધિકારોનો ઉપયોગ કરી તે મેજરની સેવાઓ સમાપ્ત કરવાતા આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.


Google NewsGoogle News