Get The App

રાષ્ટ્રપતિ ભવનમાં મેક્રોનનું ભવ્ય સ્વાગત, દ્રોપદી મુર્મૂએ ભારત અને ફ્રાન્સમાં સમાનતાનું જણાવ્યું કારણ

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ ભવનમાં મેક્રોનનું ભવ્ય સ્વાગત, દ્રોપદી મુર્મૂએ ભારત અને ફ્રાન્સમાં સમાનતાનું જણાવ્યું કારણ 1 - image


Republic Day 2024 : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. ભારત યાત્રા પર આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડ સહિના અન્ય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિયઃ મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે, ખાણીપીણી મામલે પણ આપણે પોત-પોતાની વિશેષતાઓથી એક-બીજાને પ્રભાવિ કરીએ છીએ. જે રીતે ફ્રાન્સમાં પ્રાચીન ભારતીય ભાષા અને વૈદિક અધ્યયનના દિગ્ગજ વિદ્વાન છે, તે રીતે ભારતીય વિદ્યાર્થીઓમાં ફ્રાંસીસી ભાષા ખુબ લોકપ્રિય છે. સિનેમા તરફ જોઈએ તો ત્યાં પણ ભારત અને ફ્રાન્સ જોડાયેલા છે.

આજે આપણે દુનિયાની સામે એક સાથે ઉભા છીએ : મુર્મૂ

રાષ્ટ્રપિ મુર્મૂએ કહ્યું કે, આજે આપણે દુનિયાની સામે એકસાથે ઉભા છીએ. બે મહાન ગણતંત્ર, જેમનું માનવ પ્રગતિમાં ખુબ યોગદાન છે, જે વિચારોમાં સ્વતંત્ર, નીતિઓમાં જવાબદાર અને દુનિયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, આપણી મિત્રતાની સહજતા અને આપણી ભાગીદારીની તાકાત આપણા ભવિષ્યની યાત્રાને ઉજ્જવળ બનાવશે.

આજના દિવસે જ લાગૂ થયું હતું બંધારણ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ભારત અને ફ્રાન્સના સંબંધો પર વાત કરતા કહ્યું કે, આ અનેક રીતે એક ઐતિહાસિક અને યાદગાર ક્ષણ છે. કદાચ જ એવું ક્યારેક થયું હશે કે બે દેશોના નેતા સતત એકબીજા દેશોના રાષ્ટ્ર સમારોહમાં મુખ્ય મહેમાન રહ્યા હોય. આજના જ દિવસે ભારતે સ્વતંત્રતા મેળવ્યાના બે વર્ષ બાદ દુનિયાનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ લાગૂ કર્યું હતું.


Google NewsGoogle News