રાષ્ટ્રપતિ મુર્મુએ IAFના 6 સૈનિકોનું કર્યું સન્માન, બહાદુરી માટે એનાયત કર્યા વાયુ સેના મેડલ
Independence Day 2024 : સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu)એ વાયુસેનાના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને વાયુ સેના મેડલ (વીરતા)થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ વિંગ કમાન્ડર વર્નોન ડેસમંડ કીન વીએમને ફ્લાઈંગ (પાયલોટ) શૌર્ય ચક્રથી નવાજ્યા છે, જ્યારે વિંગ કમાન્ડર જસપ્રીત સિંહ સંધુને વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરાયો છે. શૌર્ય ચક્ર અને વાયુ સેના મેડલ (વીરતા) રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોને તેમની બહાદુરી અને સેવાની માન્યતામાં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો લશ્કરી જવાનોની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે આપવામાં આવે છે.
શૌર્ય ચક્ર
- વિંગ કમાન્ડર વર્નોન ડેસમંડ કીન વીએમ (31215) ફ્લાઈંગ (પાયલટ)
- સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર (32754) ફ્લાઈંગ (પાયલોટ)
વાયુ સેના મેડલ (વીરતા)
- વિંગ કમાન્ડર જસપ્રીત સિંહ સંધુ, ફ્લાઈંગ (પાયલોટ)
- વિંગ કમાન્ડર આનંદ વિનાયક અગાશે, ફ્લાઈંગ (પાયલોટ)
- સ્ક્વોડ્રન લીડર મહિપાલ સિંહ રાઠોડ, ફ્લાઈંગ (પાયલોટ)
- જુનિયર વોરંટ ઓફિસર (JWO) વિકાસ રાઘવ, IAF (ગરુડ)
- વિંગ કમાન્ડર અક્ષય અરુણ મહાલે, ફ્લાઈંગ (પાયલોટ)
- અશ્વિની કુમાર, ફ્લાઇટ ગનર