Get The App

આ તો અન્યાય છે..', એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા ટોલ ટેક્સ વસૂલીની તૈયારીથી લોકો ભડક્યાં

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
આ તો અન્યાય છે..', એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા ટોલ ટેક્સ વસૂલીની તૈયારીથી લોકો ભડક્યાં 1 - image


Dwarka Expressway Project: દેશમાં સૌથી ચર્ચિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંનો એક દ્વારકા એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી સામે વિરોધ શરૂ થયો છે. એક્સપ્રેસ વેની આસપાસ વિકસિત સોસાયટીઓના લોકોએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવાનું નક્કી કર્યું છે.

લોકોનું કહેવું છે કે, પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા જ ટોલ ટેક્સ વસૂલવો એ અન્યાય છે. આટલું જ નહીં, પહેલા ખેડકીદૌલા ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવે ત્યારબાદ જ (પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી જ) એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગુરુગ્રામ-દિલ્હી બોર્ડર પર આવેલ એક્સપ્રેસ વે પર ટોલ વસૂલવા માટે ટોલ પ્લાઝાનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે, ટોલ પ્લાઝાનું બાંધકામ પૂર્ણ થયા બાદ જેટલા કિલોમીટર સુધીનો પ્રોજેક્ટ પૂરો થયો છે તેટલા કિલોમીટરનો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. ટોલ પ્લાઝા બે મહિનામાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સાથે લંડનની હોટેલમાં મારપીટ, હુમલાખોર રૂમમાં ઘૂસ્યો અને પછી...

એક્સપ્રેસ વેની આસપાસ અત્યાર સુધીમાં 100 જેટલી સોસાયટીઓ વિકસિત થઈ ગઈ છે. એક્સપ્રેસ વેની આસપાસ ઘણાં ગામો અને કોલોનીઓ છે. જેમાં લાખો લોકો રહે છે. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ખેડકીદૌલા ટોલ પ્લાઝા હટાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આવી કોઈ શક્યતા જણાઈ રહી નથી. જો તેને દૂર કરવાનો વિચાર હોત તો પચગાંવમાં ટોલ પ્લાઝાનું બાંધકામ અત્યાર સુધીમાં શરૂ થઈ ગયું હોત. રાજ્ય સરકારે પચગાંવ નજીક દિલ્હી-જયપુર હાઈવે પર ટોલ પ્લાઝા બનાવવા માટે જમીન આપવા માટે સંમતિ આપી છે. તે લોકોને બેવડો ફટકો પડવાની શક્યતા છે. દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ વસૂલતા પહેલા ખેડકીદૌલા ટોલ પ્લાઝાને હટાવવો જોઈએ. જો આમ ન કરવામાં આવે તો તે લાખો લોકો સાથે છેતરપિંડી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ બાબતે સંબંધિત એક જવાબદાર વરિષ્ઠ અધિકારીએ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

દ્વારકા એક્સપ્રેસ વે અંદાજે નવ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ગુરુગ્રામ ભાગનું કામ L&T કંપનીએ લગભગ પૂરું કરી લીધું છે. દિલ્હી ભાગની જવાબદારી જય કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડની છે. આ પ્રોજેક્ટ ગયા વર્ષે જ પૂરો થવાનો હતો, પરંતુ હવે આ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. એક્સપ્રેસ વેનો 18.9 કિમી ભાગ ગુરુગ્રામમાં છે, બાકીનો 10.1 કિમી ભાગ દિલ્હીમાં છે. તેમાંથી 23 કિલોમીટરનો ભાગ એલિવેટેડ અને લગભગ ચાર કિલોમીટર ભૂગર્ભમાં  બનાવવામાં આવી રહ્યો છે. લોકો દ્વારકા એક્સપ્રેસ વેથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચી શકશે.

આ તો અન્યાય છે..', એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા ટોલ ટેક્સ વસૂલીની તૈયારીથી લોકો ભડક્યાં 2 - image


Google NewsGoogle News