કુનો નેશનલ પાર્કમાં 30 વર્ષથી સિંહ લાવવાની ચાલી રહી છે તૈયારી
ભોપાલ, તા. 17 સપ્ટેમ્બર 2022 શનિવાર
કુનો નેશનલ પાર્કમાં ચિત્તા આવી ગયા પરંતુ ત્યાં સિંહને લાવવાની તૈયારી 30 વર્ષથી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 1992માં કુનો નેશનલ પાર્કમાં જ સિંહ પરિયોજનાને મંજૂરી આપી હતી. ભારતમાં બબ્બર સિંહ માત્ર ગુજરાતના નેશનલ પાર્કમાં છે. તે માટે ગુજરાત સરકાર પાસે કરાર થયા હતા.
મધ્યપ્રદેશ સરકારે લગભગ અઢી સો કરોડ રૂપિયા ખર્ચ કરીને 2003માં પાર્ક તૈયાર કરી લીધો. ગુજરાત અને કેન્દ્ર સરકાર પાસે સિંહ માગ્યા પરંતુ મામલો કાગળોમાં અટકી ગયો. જે બાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય દુબેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.
કોર્ટે એપ્રિલ 2013માં કેન્દ્ર સરકારને છ મહિનામાં ગીરમાંથી સિંહને કુનો પાર્ક મોકલવાના આદેશ આપ્યા. 2014માં પણ સિંહ પહોંચ્યા નહીં તો અજય દુબેએ અવમાનના અરજી કરી. આખરે માર્ચ 2018માં કેન્દ્રના વકીલએ કોર્ટને જણાવ્યુ કે કુનોમાં ટૂંક સમયમાં સિંહ મોકલાશે અને અરજી પૂરી થઈ ગઈ.