UPSCના નવા ચેરપર્સન તરીકે પ્રીતિ સુદનની નિમણૂક, મનોજ સોનીનું સ્થાન લેશે
Preeti Sudan UPSC Chairperson: યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ ગુરુવારે એટલે કે 1લી ઓગસ્ટે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ 2022 થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.
IAS officer Preeti Sudan (1983 batch) will be the new UPSC Chairperson. pic.twitter.com/Gj7UZ3RoNR
— All India Radio News (@airnewsalerts) July 31, 2024
કોણ છે પ્રીતિ સુદન?
પ્રીતિ સુદન 2022 થી UPSCના સભ્ય છે. તેઓ 1983માં સિવિલ સર્વિસમાં જોડાયા હતા. તેઓ આંધ્રપ્રદેશ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. આ પછી પ્રીતિ યુપીએસસીના સભ્ય બન્યા હતા.
આ પણ વાંચો: અરબ સાગરના કારણે વાયનાડમાં તબાહી સર્જાઈ! ભૂસ્ખલનને લઈને વિજ્ઞાનીઓના ચોંકાવનારા દાવા
પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમની કેડરએ આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરીઝમ અને એગ્રીકલ્ચર માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે.
માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ 'બેટી બચાવો બેટી પઢાવો' અને 'આયુષ્માન ભારત' શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.