Get The App

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 'પ્રાયશ્ચિત્ત પૂજા' શા માટે? જાણો દરેક બાબત

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત પ્રાયશ્ચિત્ત પૂજાથી થઈ

આ પૂજા આજે સવારે 9:30 વાગ્યાથી શરુ થઈ અને લગભગ 5 કલાક સુધી ચાલશે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 'પ્રાયશ્ચિત્ત પૂજા' શા માટે? જાણો દરેક બાબત 1 - image


Prayashchit Puja Before Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આજ એટલે કે 16મી જાન્યુઆરીથી પૂજા વિધિ શરૂ થઇ છે. જેમાં સૌથી પહેલા પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે. રામની નગરીમાં થતી પ્રાયશ્ચિત પૂજા વિષે દરેક રામ ભક્ત જાણવા માંગે છે કે તે શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણીએ રામ મંદિર પરિસરમાં થતી આ પ્રાયશ્ચિત પૂજા વિશે...

પ્રાયશ્ચિત પૂજા શું છે?

સનાતન ધર્મના ગ્રંથો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ જાણતા-અજાણતા કોઈ ભૂલ કરે છે ત્યારે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે રાવણનો વધ કર્યા પછી બ્રહ્મ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન રામે રામેશ્વરમમાં ભગવાન શિવની પૂજા કરી હતી. તે સમયે માતા સીતા પણ તેમની સાથે હતા. સનાતન ધર્મની માન્યતા અનુસાર જો કોઈ ભૂલને કારણે કોઈ જીવનું મૃત્યુ થઈ જાય છે તો તેના માટે પ્રાયશ્ચિત પૂજાની વિધિ છે. આ પૂજામાં નવગ્રહ સહિત તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, પૂજા સમાપ્ત થયા પછી હવન કરવામાં આવે છે.

અત્યારે શા માટે પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવે છે?

સામાન્ય લોકોના મનમાં એક પ્રશ્ન છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજા શા માટે કરવામાં આવે છે? આ અંગે પંડિત વૈદ્યનાથ ઝાએ કહ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજા કરવી જરૂરી છે. કારણ કે ભૂમિપૂજન દરમિયાન ખાડો ખોદતી વખતે ઘણા જીવ મૃત્યુ પામ્યા હશે. આ ઉપરાંત મંદિર નિર્માણ દરમિયાન ઘણા વૃક્ષો અને છોડનો પણ નાશ થયો હશે. આવી સ્થિતિમાં, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે. 

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 'પ્રાયશ્ચિત્ત પૂજા' શા માટે? જાણો દરેક બાબત 2 - image


Google NewsGoogle News