બેંકોકથી આસ્થાની છલાંગ: યુવતીએ 13,000 ફૂટની ઉંચાઈએથી શ્રીરામ મંદિરના ધ્વજ સાથે છલાંગ લગાવી
નવી મુંબઇ,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
પ્રયાગરાજની સ્કાય ડાઈવર અનામિકા શર્માએ બેંગકોકમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર ભગવાન શ્રી રામનો ધ્વજ લહેરાવીને ઈતિહાસ રચ્યો છે. અનામિકા શર્મા સંગમ શહેર પ્રયાગરાજની છે.માત્ર 23 વર્ષની ઉંમરે તેણે અનામિકા શર્માએ વિંગ સૂટ પાયલટ સાથે જમીનથી 13 હજાર ફૂટની ઊંચાઈએથી પ્લેનમાંથી કૂદકો માર્યો હતો. અનામિકા અને તેના પિતા અજય શર્મા ભગવાન રામના પ્રખર ભક્ત છે.અનામિકા ભારતની 20 વર્ષની ઉંમરે સૌથી યુવા લાઇસન્સ પ્રાપ્ત કરનાર સ્કાય ડાઇવર પણ છે.
10 વર્ષની ઉંમરે પ્રથમ સ્કાય ડાઇવિંગ જમ્પ
યુવતીએ માત્ર 10 વર્ષની ઉંમરે તેની પ્રથમ સ્કાય ડાઇવિંગ કરી હતી. તે અત્યાર સુધીમાં 300 સ્કાય ડાઈવ્સ પૂર્ણ કરનાર વિશ્વની સૌથી યુવા મહિલા બની ગઈ છે. અનામિકાના પિતા અજય કુમાર શર્મા ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા છે. તે પણ સ્કાયડાઇવર કરતા હતા. પિતામાંથી પ્રેરણા લઇને અનામિકાએ પણ નાની ઉંમરથી જ સ્કાઈડાઈવિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અનામિકાની આ અનોખી સિદ્ધિ પર તેની માતા પ્રિયંકા શર્મા ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, પુત્રીએ ભગવાન રામના નામના ધ્વજ સાથે 13 હજાર ફૂટની ઊંચાઈથી કૂદીને સૌને ચોંકાવી દીધા છે. આ બધું ભગવાન શ્રી રામના આશીર્વાદથી જ બન્યું છે.