ઠગોએ યુપીના મંત્રીને જ 2.08 કરોડનો ચુનો લગાવતાં ખળભળાટ, પોલીસ તંત્રમાં દોડધામ મચી
Prayagraj UP Cabinet Ministers : રાજ્યના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીના એકાઉન્ટન્ટ રિતેશ શ્રીવાસ્તવ પાસેથી 2.08 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર પોલીસ સ્ટેશનની બે ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી પોલીસ અધિકારીઓ આ અંગે સ્પષ્ટ વાત કહી રહ્યા નથી.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું પ્લેન
હું એક ખાસ બિઝનેસ મીટિંગમાં છું,...આના પર પૈસા ટ્રાન્સફર કરો
રિતેશ શ્રીવાસ્તવ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાના એકાઉન્ટન્ટ છે. બે દિવસ પહેલા સાયબર ગુનેગારોએ મંત્રી નંદીના પુત્રનો ફોટો વોટ્સએપ ડીપી પર પોસ્ટ કર્યો હતો. તે પછી આ જ વોટ્સએપ દ્વારા રિતેશના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, "હું એક ખાસ બિઝનેસ મીટિંગમાં છું. આ મારો નવો નંબર છે, તરત જ પૈસા મોકલો. આ મીટિંગમાં લાંબો સમય સુધી ચાલુ રહેશે. મારે તાત્કાલિક થોડા પૈસાની જરૂર છે. એ પછી સાયબર ઠગોએ ત્રણ બેંક એકાઉન્ટ નંબર મોકલ્યા. કહ્યું, આના પર પૈસા ટ્રાન્સફર કરો."
ત્રણ વખતમાં 2.08 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
મેસેજ જોયા પછી એકાઉન્ટન્ટે ઉલ્લેખિત ખાતાઓમાં ત્રણ વખતમાં 2.08 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. અને આ અંગે તેઓએ બીજા કોઈને જાણ નહોતી કરી. પરંતુ થોડા સમય પછી તેમને ખબર પડી કે તેને મંત્રીના પુત્ર તરફથી આવો કોઈ સંદેશ મળ્યો નથી. આ વાતની જાણ થતા જ રીતેશ ડરી ગયા હતા. તેથી તાત્કાલિક મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને માહિતી મળતાં પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કાર પુલ પરથી 35 ફૂટ નીચે પટકાઇ, 4ના મોત
તપાસ અર્થ ક્રાઈમ બ્રાન્ચ પણ દોડતી થઈ
ઘટના બાદ અધિકારી વર્ગમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. એ પછી સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ દાખવ કરવામાં આવ્યો હતો. સાયબર પોલીસ સ્ટેશનની બે ટીમો સાથે ક્રાઈમ બ્રાન્ચને પણ દોડતી કરવામાં આવી છે. જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેંકો વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.