Get The App

પ્રયાગરાજ જઇ રહેલી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, AC કોચના કાચ તોડી ટ્રેનમાં ઘૂસ્યા મુસાફરો

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
પ્રયાગરાજ જઇ રહેલી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, AC કોચના કાચ તોડી ટ્રેનમાં ઘૂસ્યા મુસાફરો 1 - image


samastipur stone pelting : માઘ પૂર્ણિમા સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા શ્રદ્ધાળુઓએ બિહારના સમસ્તીપુરમાં 12561 સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે શ્રદ્ધાળુ એસી કોચના કાચ તોડીને અંદર ઘૂસ્યા. આ ઘટના મધુબનીથી દરભંગા વચ્ચે શરૂ બની હતી. 

ક્રોધે ભરાયેલા શ્રધાળુઓએ ટ્રેનના M1થી લઇને B5 કોચ પર હુમલો કરી કાચ તોડ્યા એટલે કે 6 કોચના કાચ તોડ્યા હતા. આ ઘટના બાદ એસી કોચમાં બેસેલા મુસાફરો ભયભીત જોવા મળ્યા હતા. ટ્રેનમાં થયેલી તોડફોડના કારણે ઘણા મુસાફરોને ઇજા પહોંચી હતી. 

ઘટનાની જાણકારી મળતાં જ સમસ્તીપુર રેલવે હોસ્પિટલની મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ ભારે ભીડના કારણે તેમને પરત ફરવું પડ્યું હતું. રેલવે પોલીસ પણ શ્રદ્ધાળુઓની ભીડ સામે લાચાર જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે મહાકુંભમાં સ્નાન માટે આવનાર શ્રદ્ધાળુઓનું પૂર દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. ગત ત્રણ દિવસમાં ફક્ત પ્રયાગરાજ શહેરમાં લાખો વાહનો પહોંચ્યા છે અને દર કલાકે લગભગ 8 હજાર વાહન સંગમ નગરી પહોંચી રહ્યા છે. 

રેલવે પોલીસ ભીડ સામે લાચાર બની

સમસ્તીપુર સ્ટેશન પર શ્રદ્ધાળુઓ એસી કોચની બારીઓથી ચઢતાં જોવા મળ્યા હતા. પાર્સલ વાન પણ શ્રદ્ધાળુઓથી ભરાઇ ગઇ હતી. આ ઘટનાના કારણે ટ્રેન લગભગ એક કલાક મોડી ચાલી રહી છે. આ દરમિયાન સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો પોતાની ટિકીટ પરત કરવાની વાત કરી રહ્યા છે. 


Google NewsGoogle News