મહાકુંભમાં સાધુ અને પોલીસ વચ્ચે ચકમક, 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં વાહનો એન્ટ્રી બંધ
Mahakumbh 2025 : મહાકુંભનો આજે 12મો દિવસ છે. બપોરે 12 વાગ્યા સુધી 88.83 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 34.49 કરોડથી વધુ લોકો સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે.
ભીડ અને સુરક્ષાની દેખરેખ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહી છે. વસંત પંચમીના સ્નાનને જોતાં 2થી 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. VVIP પાસ રદ છે.
મેળામાં પોલીસ અને સાધુ વચ્ચે ઘર્ષણનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસ સાધુઓની ગાડી બેરિયર પર અટકાવી રહી છે, પરંતુ તે બળજબરીપૂર્વક ઘૂસવા માંગે છે. એક સાધુએ બેરિકેડ્સ પાડી દીધા બાદ પોલીસ અને સાધુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
4 ફેબ્રુઆરી સુધી નવી ગાઇડલાઇન
આજથી 4 ફેબ્રુઆરી સુધી શ્રદ્ધાળુઓને પોતાના વાહન શહેરની બહાર પાર્કિંગ ઉભા કરવા પડશે.
પાર્કિંગમાંથી તે શટલ બસ અથવા પગપાટા ઘાટ સુધી પહોંચી શકશે.
મોટા અને નાના વાહનો માટે અલગ-અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ રેલવે સ્ટેશનો પર વન-વે વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. એક સાઇડથી શ્રદ્ધાળુઓ આવશે તો બીજી સાઇડથી નીકળી જશે.