Get The App

VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર 1 - image


Prayagraj Maha Kumbh 2025 | પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે. 

ભીડને કાબૂમાં કરવા એક્શન 

સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબૂમાં કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષિત સુનિશ્ચિત કરવાનો છે. શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે.



મહાકુંભમાં આ 5 મહત્ત્વના ફેરફાર કરાયા 

1. નો વ્હિકલ ઝોન - હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે 

2. VVIP પાસ રદ -  કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે. 

3. વન-વે - શ્રદ્ધાળુઓની સુચારુ અવર-જવર માટે વન-વે રોડ પોલિસી લાગુ 

4. બોર્ડર પર નાકાબંધી - પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે. 

5. 4 ફેબ્રુઆરી સુધી મોટા વાહનોની એન્ટ્રી બૅન



VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર 2 - image





Google NewsGoogle News