Get The App

જો મોદી સરકારને 400 બેઠક મળી ગઈ હોત તો...' કેન્દ્રીય મંત્રીએ કર્યો ચોંકાવનારો દાવો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
જો મોદી સરકારને 400 બેઠક મળી ગઈ હોત તો...' કેન્દ્રીય મંત્રીએ કર્યો ચોંકાવનારો દાવો 1 - image


Image Source: Twitter

Union Minister Prataprao Jadhav On Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો ખૂબ જ જોર-શોરથી ઉઠાવવામાં આવ્યો હતો. હવે ચૂંટણી પરિણામ અને સરકારની રચના બાદ કેન્દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવે POK અંગે મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો મોદી સરકાર (NDA)ને લોકસભામાં 400થી વધુ બેઠકો મળી હોત તો POKને પાછું લેવું શક્ય હતું.  

જો 400થી વધુ બેઠકો મળી હોત તો....

કેન્દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવે  રવિવારે કહ્યું હતું કે, જો મોદી સરકારને લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળી હોત તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને ભારતમાં સામેલ કરવું અને 1962માં ચીન દ્વારા કબ્જે કરવામાં આવેલી જમીનને પરત લેવું શક્ય બન્યું હોત. POK ભારતનો અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાનના કબજામાં છે.

PM મોદી POK પર ફરીથી કબજો કરવા અને તેને ભારતનો હિસ્સો બનાવવા માગે છે

એક સમારોહમાં મંત્રીએ એ પણ દાવો કર્યો કે, વડાપ્રધાન મોદી લાંબા સમયથી POKને ભારતના નકશામાં સામેલ કરવાનું સપનું જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતનું લક્ષ્ય 1962ના યુદ્ધ દરમિયાન ચીન દ્વારા કબજે કરી લેવામાં આવેલી જમીનને પણ ફરીથી પ્રાપ્ત કરવાનો છે. જો મોદી સરકારને 400 થી વધુ બેઠકો મળી હોત તો બે તૃતિયાંશ બહુમતી પ્રાપ્ત થઈ હોત અને તેનાથી આ આકાંક્ષાઓ શક્ય બની ગઈ હોત. 


Google NewsGoogle News