પ્રશાંત કિશોરની નવો પક્ષ બનાવવાની જાહેરાત, કહ્યું- 'તમારા બાળકોના શિક્ષણ અને નોકરી માટે જ મત આપો'

પ્રશાંત કિશોર મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ પર શાબ્દિક પ્રહાર કર્યા

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
પ્રશાંત કિશોરની નવો પક્ષ બનાવવાની જાહેરાત, કહ્યું- 'તમારા બાળકોના શિક્ષણ અને નોકરી માટે જ મત આપો' 1 - image


Prashant Kishor Jan Suraj : ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની જનસુરાજ પદયાત્રા બિહારના બેગુસરાય જિલ્લામાં પહોંચી હતી. જ્યા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ’તમારા મતમાં તાકાત છે. ખોટી રીતે મત બગાડો નહીં, તેનો સદુપયોગ કરો. તમારા પરિવારના યુવાનો આખી જીંદગી આજીવિકા માટે અન્ય રાજ્યોમાં રહે છે. છઠ,ઈદ, દિવાળી અને હોળીના તહેવાર પર તેમને ઘરે આવવાની રજા ભાગ્યે જ મળે છે.’

શિક્ષણ અને રોજગાર માટે મત આપો : પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર જનસુરાજ પદયાત્રા એટલા માટે કરી રહ્યા છે, કારણે કે, દરેક ગામડે જઈને લોકોને પોતાના હકની વાત કહી શકે. પ્રશાંત કિશોરે કહ્યું કે ‘તમારા બાળકોને, શિક્ષણ અને રોજગાર માટે મત આપો. જનસુરાજ એ સમાજના સહયોગથી નવી રાજકીય વ્યવસ્થા માટેનું અભિયાન છે. પાર્ટી બનશે, પરંતુ પ્રયાસ સારા લોકો સાથે મળીને બનાવવાનો છે. કારણ કે ભવિષ્યમાં જો તેમને તક મળે તો તે બિહારની કાયાપલટ કરી શકે છે.’

પ્રશાંત કિશોરે કહ્યું હતું કે 'બિહારના લોકોને કંઈ જોઈતું નથી. વાત કરવા માટે જ્ઞાતિ જોઈએ અને ખાવા માટે 5 કિલો ચોખા જોઈએ. તો લાલુ-નીતીશ તમને જાતિ આપી રહ્યા છે અને મોદીજી તમને 4 કિલો ચોખા ખાવા માટે આપી રહ્યા છે. બસ, તમે તમારા બાળકની ચિંતા છોડી દો અને તમારી બોરી ભરીને મતદાન કરવા જાઓ. જાણો આવી સ્થિતિમાં તમારા બાળકને ફાયદો નહીં થાય. તમારી વર્તમાન સ્થિતિ તમારા બાળકો માટે સમાન રહેશે.'


Google NewsGoogle News