‘ભાજપે 400 લોકસભા બેઠકો જીતવાનો ટાર્ગેટ બદલ્યો, હવે...’, પ્રશાંત કિશોરનો ચોંકાવનારો દાવો
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) ભાજપના 400 બેઠકો જીતવાના ટાર્ગેટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભાજપ જીતશે તો કેટલી બેઠકો જીતશે? મોદી સરકાર સત્તામાં આવશે કે નહીં? લોકોના મનમાં મોદી સરકાર પ્રત્યે કેવો સંતોષ છે? તે અંગે પણ તેમણે જવાબ આપ્યો છે.
‘લોકો પાસે મોદી સરકાર સિવાય કોઈ વિકલ્પ નહીં’
પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, ‘કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે લોકોના મનમાં કોઈ ખાસ અસંતોષ નથી અને તેમની પાસે અન્ય કોઈ મજબૂત વિકલ્પ પણ નથી. એનડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળ ફરી સરકાર બનાવશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ વર્ષ 2019માં જીતેલી 303 બેઠકોની આસપાસ અથવા તેનાથી વધુ બેઠકો જીતી શકે છે.’
ભાજપને ત્રીજી વખત સત્તા મેળવવામાં કોઈ ખતરો નથી : પ્રશાંત કિશોર
તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે, મોદીની આગેવાની હેઠળની ભાજપ (BJP) ફરી સત્તા મેળવશે. તેમને ગત ચૂંટણીની જેટલી અથવા તેનાથી વધુ બેઠકો મળી શકે છે.’ ભાજપના 370 બેઠકો જીતવાના દાવા પર પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો ભાજપ 275 બેઠકો જીતશે, તો તેમના નેતાઓ એવું નહીં કે, તેઓ સરકાર નહીં બનાવે, કારણ કે તેમણે 370 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. આપણે એ જોવાનું રહેશે કે, ભાજપ બહુમતીનો આંકડો પાર કરી શકશે કે નહીં, પરંતુ મને નથી લાગતું કે ભાજપની સત્તા મેળવવામાં કોઈ ખતરો છે.’
‘જો ભાજપ 370 બેઠકો નહીં જીતે તો...’
પીકેએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે કોઈ કંપની પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે હોય અને સારું પ્રદર્શન કરવા છતાં તે તેના પર ખરી ઉતરતી નથી ત્યારે તેની અસર શેરબજાર પર જોવા મળે છે. એવી જ રીતે જો ભાજપ 370થી ઓછી બેઠકો જીતશે તો તે ચર્ચાનો વિષય બની શકે છે અને તેની અસર માર્કેટ પર પડી શકે છે.’
ભાજપે બેઠકો જીતવાના લક્ષ્યાંકને બદલ્યો, પીકેનો દાવો
તેમણે કહ્યું કે, ‘છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી 370 અને 400 પારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ બાબતને ભાજપની રણનીતિ કહીએ કે, વિપક્ષની કમજોરી, પરંતુ ભાજપે પોતાના લક્ષ્યને 272થી 370 બેઠકો પર શિફ્ટ કરી દીધી છે. આનાથી ભાજપને ફાયદો થયો છે. હવે કોઈ એવું નથી કહેતા કે, મોદીજી હારશે, લોકો કહી રહ્યા છે કે, તેમને 370 બેઠકો મળશે કે નહીં.