'PM મોદીને સૌથી મોટો પડકાર કોણ આપી રહ્યું છે..?', ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કર્યો ખુલાસો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
'PM મોદીને સૌથી મોટો પડકાર કોણ આપી રહ્યું છે..?', ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કર્યો ખુલાસો 1 - image


Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પક્ષોના મહારથીઓ પ્રચંડ પ્રચાર કરીને જીતની દાવેદારી કરી રહ્યા છે. ભાજપની કમાન તો ખુદ મોદીના હાથમાં છે અને સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, 'એવું નથી કે મોદી બ્રાન્ડને હરાવી શકાય નહીં.'

PM મોદીને લોકો પડકાર આપી રહ્યા છે : પ્રશાંત કિશોર

અગાઉ 2014ની અને 2019ની લોકસભા ચૂંટણી જીતી ચૂકેલી ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરોસે છે. એટલે ભાજપ માટે તો નરેન્દ્ર મોદી જ બ્રાન્ડ છે. ત્યારે લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે સરકાર વિરુદ્ધના વિરોધને મજબૂત ગણાવ્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રશાંતે કહ્યું હતું કે, 'એવું નથી કે મોદી બ્રાન્ડને હરાવી ન શકાય કે તેને કોઈ પડકારી શકે નહીં. કોઈ રાજકીય પક્ષ વડાપ્રધાન મોદીને પડકાર આપે કે ન આપે, લોકો તેમને (પીએમ મોદી) પડકાર આપી રહ્યા છે.'

સરકાર સામેનો વિરોધ નબળો નથી

આ ઉપરાંત કિશોરે વધુમાં કહ્યું હતું કે 'વિરોધી પક્ષો ભલે નબળા હોય, પરંતુ સરકાર સામેનો વિરોધ નબળો નથી. આ એવો દેશ છે જ્યાં 60 કરોડથી વધુ લોકો રોજના 100 રૂપિયાથી વધુ કમાતા નથી. તે દેશમાં સરકાર સામેનો વિપક્ષ ક્યારેય નબળો હોય જ ના શકે. આવું વિચારવું ખોટું છે. વિરોધ પક્ષો અને વિરોધ પક્ષોની રચના ભલે નબળી પડી જાય, પરંતુ દેશમાં જે વિરોધ થઈ રહ્યો છે તે ક્યારેય નબળો ન પડી શકે.

ભાજપ સામે ગ્રામીણ સંકટ એક મોટો મુદ્દો

પ્રશાંત કિશોરે આંકડા શેર કરીને વધુમાં જણાવ્યું હતું કે, 'કોઈને 50 ટકા વોટ મળતા નથી. સરળ ભાષામાં કહીએ તો 100માંથી જે 40 લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપે છે, તે લોકો હિન્દુત્વ, રામ મંદિર અને અનુચ્છેદ 370નું સમર્થન કરે છે. એટલે એકંદરે ફ્કત 40 ટકા જ લોકો ખુશ છે. જ્યારે 60થી 62 ટકા લોકો ખુશ નથી. ભાજપ સામે ગ્રામીણ સંકટ એક મોટો મુદ્દો છે. આ પછી પણ જો ભાજપ જીતી રહ્યું છે તો વિરોધ પક્ષો એટલા મજબૂત અને ભરોસાપાત્ર નથી.

ભાજપનું પ્રદર્શન 3 ટકા ઓછું હતું

રાજકીય વ્યૂહરચનાકારે કહ્યું કે, '2014 અને 2019ની સરખામણીમાં બ્રાન્ડ મોદીની તાકાત ઘટી રહી છે. 2014માં મતદારોમાં ઉત્સાહ હતો. 2019માં લોકોને લાગ્યું કે સરકારને વિકાસ માટે વધુ પાંચ વર્ષ મળવા જોઈએ. એક મોટો વર્ગ એવું માનતો હતો કે મોદી સરકાર આવ્યા પછી દેશ બદલાશે. આ વખતે પણ લોકોને લાગશે કે કોઈ વિકલ્પ નથી, મતદાન કરવું પડશે. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે '2014 અને 2019 વચ્ચે ભાજપનું પ્રદર્શન 3 ટકા ઓછું હતું. તેમા પણ ખાસ વાત એ છે કે રામ મંદિરને લઈને પણ વધારે વોટ મળી રહ્યા નથી.'

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

'PM મોદીને સૌથી મોટો પડકાર કોણ આપી રહ્યું છે..?', ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કર્યો ખુલાસો 2 - image


Google NewsGoogle News