Get The App

ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ એકાએક કેમ ગગડ્યો? જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકારે કર્યો મોટો ઘટસ્ફોટ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ એકાએક કેમ ગગડ્યો? જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકારે કર્યો મોટો ઘટસ્ફોટ 1 - image


Lok Sabha Elections Result 2024 | જન સૂરજના વડા અને જાણીતા રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોર (પીકે)એ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ઝટકાનું કારણ જણાવ્યું છે. આ ઉપરાંત ભાજપના ઘટી રહેલા ગ્રાફ પાછળ કોણ જવાબદાર છે તે પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પીકેએ ભાજપની ભવ્ય જીતની ભવિષ્યવાણી કરી હતી. પરંતુ આ વખતે ભાજપ બહુમતીના આંકડાને પણ સ્પર્શી ના શક્યો. 

ભાજપે મોટાભાગની બેઠકો કેમ ગુમાવી? 

પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ (ભાજપ) માનતા રહ્યા કે અમે ચોક્કસપણે જીતીશું. ભાજપના 208 જૂના સાંસદો જીત્યા છે, પરંતુ હાર્યા એ છે જ્યાં ઉમેદવારને જોયા વિના ગમે તેને ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર વગેરેમાં જે પ્રકારના ઉમેદવારો આપવામાં આવ્યા તેના કારણે તેઓ હારી ગયા. ભાજપને ખબર હતી અને તેમના આંતરિક સર્વેમાં એ પણ બહાર આવ્યું હતું કે કયા ઉમેદવારો હારી રહ્યા છે, પરંતુ તેઓએ ચિંતા કર્યા વિના કહ્યું કે પીએમ મોદીની રેલી હશે તો જીત થશે. એવી ઘણી બેઠકો છે જ્યાં ભાજપે સર્વેની વિરુદ્ધ જઈને ટિકિટ આપી.

400 પારના સૂત્ર વિશે શું બોલ્યાં... 

સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ જાણીતા મીડિયા સાથે વાત કરતા પૂર્વ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ તેનું કારણ સમજાવ્યું જેના કારણે ભાજપને નુકસાન થયું. પ્રશાંત કિશોરે કહ્યું, “જેણે સૌપ્રથમ સ્લોગન લખ્યું કે '400ને પાર' એમાં કંઈ ખોટું નહોતું, પણ એ તો અડધું સૂત્ર હતું. જો 400 પાર જોઇતી જ હતી તો તેના માટે કારણ શું હતું એ તો સૂત્રમાં જણાવાયું જ નહીં. 2014માં સ્લોગન લખવામાં આવ્યું હતું કે 'બહોત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર'. ત્યારે મોદી સરકારનું કારણ એ હતું કે, મોંઘવારી ઘટાડવી પડશે. આ વખતે તમે 400 પાર કહ્યું. આનાથી કેટલાક લોકોને લાગ્યું કે આ તમારું અભિમાન છે. જ્યારે કેટલાકને લાગ્યું કે આ એક ષડયંત્ર હતું, જેને વિપક્ષે બંધારણ બદલવા તમે 400 પાર કરી રહ્યા છો તે સાબિત કરી દીધું. 

ભાજપની નબળાઈ પર શું બોલ્યાં? 

બીજી બાજુ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપની નબળી કડી શું છે, તો પીકેએ જવાબ આપ્યો કે મોદી પર વધુ પડતી નિર્ભરતા છે. બન્યું એવું કે ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું કે 400 સીટો આવી રહી છે, એટલે હવે ઉમેદવારને પાઠ ભણાવવો છે. બિહારની જેમ જ જ્યારે તમે આરકે સિંહ વિશે કોઈની સાથે વાત કરો છો, તો તેઓ કહેશે કે તેણે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ કાર્યકરો ગુસ્સે હતા કે તેમના પર ધ્યાન જ આપવામાં આવ્યું નથી. ભાજપના સમર્થકોએ વિચાર્યું કે 400નો આંકડો વટાવી રહ્યો છે, તો શું કરવું.

ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ એકાએક કેમ ગગડ્યો? જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકારે કર્યો મોટો ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News