પૂર્વ રાષ્ટ્રપતિના દીકરાએ કહ્યું - મારે કોંગ્રેસમાં પાછા જવું છે; ભાજપને હંફાવનાર પાર્ટીથી થયો મોહભંગ
Abhijit Mukherjee want to join Congress | દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ કોંગ્રેસમાં ફરી જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2021માં ટીએમસીમાં જોડાયેલા અભિજીત મુખર્જીએ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની કાર્યશૈલી સામે સવાલો ઊઠાવ્યા હતા.
કેમ લીધો નિર્ણય?
તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ મને કોઈ એવું કામ નથી મળ્યું. એટલા માટે મેં ટીએમસી છોડવાનો નિર્ણય કર્યો છે. અભિજીત મુખર્જી કહે છે કે મેં વિચારી લીધું છે કે દિલ્હી પહોંચ્યા બાદ હું કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી. મેં અપ્રત્યક્ષ રીતે તો કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. પણ જો ટોચનું નેતૃત્વ મને તાત્કાલિક પાર્ટીમાં જોડાવા માટે કહેશે તો હું જોડાઈશ. હું સંપૂર્ણપણે સ્વતંત્ર છું અને કોંગ્રેસમાં યોગદાન આપવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024માં પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીએ રાજ્યમાં એકતરફી 29 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભાજપના હાથમાં ખૂબ જ ઓછી બેઠકો આવી. જોકે ભાજપ આ રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યો હતો જે છેવટે પોકળ સાબિત થયો હતો.