પ્રકાશ આંબેડકરે સંજય રાઉત-નાના પટોલેની હાજરીમાં જ I.N.D.I.A. ગઠબંધનની ફજેતી કરી
શિવસેના (ઉદ્ધવ)ના સાંસદ સંજય રાઉત સંજય રાઉતે કહ્યું 'ગઠબંધનમાં બધું બરાબર છે.'
INDIA Alliance: લોકસભા ચૂંટણી 2024માં કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને સત્તા પરથી હટાવવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ વિપક્ષી I.N.D.I.A.ગઠબંધનમાં ભંગાણ લાંબા સમયથી ચાલી રહી છે. હવે આ અંગે વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરની પ્રતિક્રિયા સામે આવી છે.
પ્રકાશ આંબેડકરે કહ્યું કે, 'I.N.D.I.A. ગઠબંધન લગભગ ખતમ થઈ ગયું છે. અમે સાવચેતી રાખીને આ ગઠબંધનમાં જોડાશું.' જ્યારે પ્રકાશ આંબેડકર આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે સંજય રાઉત અને નાના પટોલે તેમની બાજુમાં ઉભા હતા.
I.N.D.I.A.ગઠબંધનમાં મજબૂત: સંજય રાઉતે
પ્રકાશ આંબેડકરે કહ્યું કે 'I.N.D.I.A. ગઠબંધનમાંથી મમતા બેનરજી અને અખિલેશ યાદવ પણ અલગ થઈ ગયા છે.' જો કે, પરિસ્થિતિને સંભાળતા સંજય રાઉતે કહ્યું કે 'ગઠબંધનમાં બધું બરાબર છે. ગઠબંધન મજબૂત છે.'
નોંધનીય છે કે, તૃણમૂલના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથેના અણબનાવને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે 'તેમની સાથે વાતચીત ચાલી રહી છે. હજુ સુધી કોઈએ ગઠબંધન તોડ્યું નથી. બેઠકોની વહેંચણીનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.'