'તમારી જૂની માનસિકતા છતી થઈ...' અમિત શાહ-RSS પર આંબેડકરના પૌત્રના આકરા પ્રહાર
Prakash Ambedkar on Amit Shah Statement: બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા છે. પ્રકાશ આંબેડકરે કહ્યું કે, અમિત શાહની બંધારણ નિર્માતા પર ટિપ્પણી તે જૂની માનસિકતા દર્શાવે છે. ગૃહ મંત્રીની ટિપ્પણી પર બે દિવસથી રાજકારણ ગરમાયેલું છે. વિપક્ષે અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી અને માફી માંગવા કહ્યું. જોકે, સાંજે અમિત શાહે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા હતાં.
ભાજપની જૂની માનસિકતા ઉજાગર કરે છેઃ પ્રકાશ આંબેડકર
આ મામલે વંચિત બહુજન અઘાડીએ પ્રમુખ પ્રકાશ આંબેડકરને પુણેમાં કહ્યું, 'ભાજપના અસ્તિત્વમાં આવ્યા પહેલાં તેમની પૂરોગામી પાર્ટી જનસંઘ અને RSSએ બંઘારણનો સ્વીકાર કરતાં સમયે બાબાસાહેબનો વિરોધ કર્યો હતો. શાહના નિવેદનથી ભાજપની જૂની માનસિકતા છતી થઈ રહી છે. તેઓ પોતાની જૂની યોજનાઓને અમલમાં નથી લાવી શકતા. આ કોંગ્રેસના કારણે નહીં, પરંતુ બાબાસાહેબના કારણે અને તેઓ આ જ પ્રકારે નારાજ રહેશે.'
આ પણ વાંચોઃ ભાજપ સાંસદને ધક્કો મારવા બદલ રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે, જાણો શું છે નિયમો
પ્રકાશ આંબેડકરે કર્યા પ્રહાર
પ્રકાશ આંબેડકરે વધુમાં કહ્યું, શાહની ટિપ્પણીનો હેતુ છે કે, અમે બી. આર. આંબેડકરથી વધારે ભગવાનનું સન્માન કરવા ઇચ્છીએ છીએ. ઈશ્વરનું સન્માન કરવું મનુવાદનો સ્વીકાર કરવા સમાન જ સારું છે.
અમિત શાહના કયા નિવેદન પર થયો હોબાળો?
જણાવી દઈએ કે, રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, 'હવે એક ફેશન થઈ ગઈ છે- આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલીવાર જો ભગવાનનું નામ લેત તો સાત જન્મોનું સ્વર્ગ મળી જાત. જો તેઓએ આટલીવાર ભગવાનનું નામ લીધું હોય તો તેઓને સ્વર્ગમાં જગ્યા મળી જાત.'