Get The App

જીત જેની થશે, અમે તેની સાથે સરકાર બનાવીશું: મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ પહેલા દાવપેચ શરૂ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
prakash-ambedkar


Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 20 નવેમ્બરે રાજ્યની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં એક સાથે મતદાન થયું હતું. રાજ્યમાં મુખ્ય હરીફાઈ ભાજપ, શિવસેના અને NCPના ગઠબંધન 'મહાયુતિ' અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) વચ્ચે છે. એવામાં હવે વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે પણ જાહેર કર્યું છે તેમની પાર્ટી ક્યા ગઠબંધનને સમર્થન આપશે.

અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું: પ્રકાશ આંબેડકર

વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું કે, 'જો અમારી પાર્ટીને ચૂંટણી પરિણામો પછી જરૂરી સંખ્યામાં બેઠક મળશે, તો અમે જે પક્ષ સરકાર બનાવશે તેની સાથે જઈશુ. અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું.' જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બર, 2024ના શનિવારના રોજ આવશે. 

200 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે 

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, વંચિત બહુજન અઘાડી (VBA) એ 200 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અગાઉ વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં VBAએ 236 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. પાર્ટી જે બેઠકો પર ચૂંટણી લડી હતી ત્યાં તેની વોટ ટકાવારી 5.5 ટકા હતી.

જીત જેની થશે, અમે તેની સાથે સરકાર બનાવીશું: મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ પહેલા દાવપેચ શરૂ 2 - image


Google NewsGoogle News